________________
વૈધકના સગ્રહગ્રન્થા અને તેના લેખકો
ચરક-સુશ્રુતની સંહિતાઓ રચાયા પછી તરતમાં સંગ્રહગ્રન્થા રચાવાના આરંભ થયા છે એમ કહી શકાય. જૂનામાં જૂના સંગ્રહગ્રન્થ નાવનીતક મળ્યા છે. આ ગ્રન્થના નામની પણ પચાસ વર્ષ પહેલાં કાઈને ખબર ન હતી. એ ગ્રન્થ કાશગર ( પૂર્વ તુર્કસ્તાન )ના ખડિયરમાંથી લેફ્ટેનન્ટ મેઅરને મળ્યા હતા અને ઈ. સ. ૧૮૯૦ થી ૧૯૧૪ વચ્ચે એને ઉપેદ્ધાત વગેરે સાથે હર્નલે પૂરેપૂરા પ્રકાશિત કર્યાં. એ ગ્રન્થ, હલે સપ્રમાણ સાબિત કર્યા પ્રમાણે, ઈ. સ. ચેાથા શતકમાં લખાયા છે. આ રીતે નાવનીતક એ જૂનામાં જૂના યેાગસ ગ્રહ છે; જોકે એ ગ્રન્થના કર્તાના નામને પત્તો નથી. એમાં ચૂર્ણયોગાધ્યાય, ધૃતપાનાધ્યાય, શૈલાધ્યાય, મિશ્રકાધ્યાય, બસ્તિયેાગાધ્યાય, યવાનૂ ધ્યાય, વૃયેાગાધ્યાય, તેત્રાંજન, કેશરજન, અભયાકલ્પ, શિલાજિત અધ્યાય, ચિત્રકાધ્યાય, કુમારભૃત્ય, વધ્યાચિકિત્સિત અને સુભગાચિકિત્સિત એ રીતે કુલ ૧૬ અધ્યાયેા છે, પણ જે એક જ ચેાથા શતકમાં લખાયેલ હાથપ્રત મળી છે તેમાં ૧૪ મા અધ્યાયથી આગળનાં પાનાં નથી.
આ ગ્રન્થના કર્તાએ ચરક, સુશ્રુત અને ભેલમાંથી ચૂ આદિના પાઠા ઉતાર્યાં છે, પણુ અતે વૃદ્ધ વાટની ખબર નથી; એટલું જ નહિ, પશુ દૃઢબલનીયે ખંબર નથી.ર એટલે ચરકની બલે અનુપૂર્તિ કરી તે પહેલાં આ રચાયા છે. અત્યારે આયુર્વેદના ઈતિહાસની દૃષ્ટિએ એ ગ્રન્થ ધણા કીમતી છે.
ચિકિત્સાકલિકા—નાવનીતક પછી અનેક સંગ્રહગ્રન્થા રચાયા હરશે, પશુ ચિકિત્સાકલિકા પહેલાંના કાઈ ગ્રન્થ મળ્યો નથી.
૧. નાવનીતના ઇતિહાસ જાણવા જેવા છે; પણ એ ઇતિહાસને સવિસ્તર જોવા ઇચ્છનાર ‘આયુર્વેદ વિજ્ઞાન', પુ. ૭, અ’. ૧૦ માં છપાયેલેા “તાવનીતક લેખ જેવા
૨. જુઓ ‘ઉપલી ટિપ્પણીમાં કહેલા લેખ.