________________
[ ૧૦૭ લાયબ્રેરીમાં છે, કવિરાજ ગણનાથ સેન તે એને સુશ્રુતને પ્રતિસંસ્કાર કહે છે.
તીસટ અને ચન્દ્રા બેય સૂર્યભક્ત છે.
રવિગુપ્ત-સિદ્ધસારસંહિતા અથવા સારસંગ્રહ નામના એક વૈદ્યક ગ્રન્થની હાથપ્રતો નેપાળમાંથી મળી છે. આ રવિગુપ્ત બૌદ્ધ હતા અને વૈદ્ય હોવા ઉપરાંત કવિ અને નૈયાયિક પણ હતા. સર્વાંગસુંદરા ટીકામાં જે રવિગુપ્તના સિદ્ધસારને ઉલેખ છે તે આ જ હેવાને સંભવ છે. આ રવિગુપ્ત ઈ. સ. આઠમા શતકના આરંભમાં થઈ ગયા.૩
માધવનિદાન અને તેના કર્તા માધવકરતીસટ કહે છે તેમ ઓછી વિદ્યાવાળા વૈદ્યો માટે જેમ ઔષધોના સંગ્રહની આવશ્યકતા લાગવા માંડી હતી તેમ જ કેવળ નિદાનવિષયક વચનને જુદા સંગ્રહ હોવાની પણ આવશ્યકતા લાગી જ હશે. અત્યારે આ વિષયમાં સૌથી જૂને અને સૌથી માન્ય ગ્રન્ય માધવનિદાન છે. એના કર્તા પિતે કહે છે તેમ એણે પહેલાંના મુનિએચરક-સુશ્રુતાદિનાં વચનને સંગ્રહ કરેલ હોવા છતાં એને સ્વતંત્ર ગ્રન્થની પ્રતિષ્ઠા મળી ગઈ છે.
માધવકરે પિતાના ગ્રન્થનું નામ જેકે રેગવિનિશ્ચય રાખ્યું છે, પણ ગ્રન્થ “માધનિદાન” નામથી જ વધારે પ્રખ્યાત થયો છે. એમાં આરંભમાં પંચનિદાનલક્ષણ આપ્યા પછી જવર, અતિસાર વગેરે રોગોનું નિદાન ચરક, સુશ્રુત, વાક્ષટાદિ ગ્રન્થમાંથી વચને ખેંચી લઈને તથા એ સંહિતાગ્રન્થને કેટલાક વિસ્તાર છોડી દઈને આપ્યું છે.
૧. જુઓ હર્નલ સ્ટડીઝ ઈન ધ મેડિસિન એફએચંટ ઇન્ડિયા', પૃ.૧૦૦. ૨. ઉપર ૫, ૭8. ૩. જુઓ જર્નલ ઓફ આયુર્વેદ, એપ્રિલ, ૧૯૨૬, પૃ. ૩૭૩. ૧૨