________________
૧૫૮]
આયુર્વેદને ઈતિહાસ મેં સપ્રમાણ સાબિત કર્યું છે કે દહબલ તો અષ્ટાંગસંગ્રહકારનીયે પહેલાં થયા છે, પણ અષ્ટાંગહૃદયકારને માધવ પછી માનવાની પણ જરૂર નથી. ખરી રીતે અષ્ટાંગહૃદયમાંથી માધવે ઉતારો કર્યો છે. એટલે અષ્ટાંગસંગ્રહકાર અને અષ્ટાંગહૃદયકાર જુદા કે એક એટલું જ વિચારવાનું છે. હર્બલ જુદા માને છે અને એને અનુસરીને બીજા પણ કેટલાક વિદ્વાને જુદા માને છે. વધારે આશ્ચર્યકારક તો એ છે કે પં. હરિપ્રપન્નછ બેને ભિન્ન માને છે અને સિંહગુણસનું' જેવા શબ્દો લેખકોએ અને પ્રકાશકેએ મૂળમાં ન જોયા છતાં મૂક્યા છે એમ કહે છે. પણ બીજા કવિરાજ ગણનાથ સેન અને વૈદ્ય જાદવજી ત્રિકમજી આચાર્ય જેવા વિદ્વાન વૈદ્યો અષ્ટાંગહૃદયના ઉ. અ. ૪૦ના ૭૮-૮૦ શ્લેક ઉપર ભાર મૂકીને બન્નેને એક કર્તા હોવાનું માને છે. કવિરાજ ગણનાથ સેન તો બેય ગ્રન્થની ભાષા સરખી હોવાની તથા બેમાં મતભેદ ન હોવાની પણ દલીલ કરે છે, જોકે મને તે અષ્ટાંગહૃદયની કેટલીક પદ્યરચના વધારે સુન્દર લાગે છે. “સિંહગુપ્તસૂનુ બેય વાભેટ છે
એ દલીલમાં તે બહુ દમ નથી, કારણ કે રસરત્નસમુચ્ચયના કર્તા વાભટને પણ સિંહગુપ્તસૂનુ કહેલ છે. પ અને વાગભટ નામના ઘણું ગ્રન્થકારે થઈ ગયા છે, પણ “અષ્ટાંગ વૈદ્યકરૂપ સમુદ્રના મંથનમાંથી અષ્ટાંગસંગ્રહરૂપ જે મેટ અમૃતરાશિ મળે તેમાંથી
૧. જુઓ, આયુર્વેદ વિજ્ઞાન’ પુ. ૮, પૃ. ૩૮ થી ૪૩. ૨. જુઓ ઉપર પૃ. ૧૫૫ તથા તેની ટિ. ૩.
૩. રસયોગસાગરને ઉપદ્યાત, પૃ. ૩ર. ' ૪. જુઓ 'પ્રત્યક્ષશારીરને ઉપદ્યાત, પૃ. ૫૪ તથા ચરકસંહિતાની આવૃત્તિ બીજને ઉપોદઘાત, પૃ. ૧૩. • ૫. રસરત્નસમુચ્ચય, અ. ૧–૯.
૧. જુઓ સટીક અષ્ટાંગહૃદય, નિ, સા. નું છઠું સંસ્કરણ, ઈ. સ. ૧૯હ્યાં વારસટવિમર્શ, પૃ. ૪૧ માં આપેલી યાદી.