________________
૧૬૮ ]
આયુર્વેદના ઇતિહાસ
સુશ્રુતની ખાર વ્યાખ્યાઓ થઈ હાય એમ જણાય છે, પણ સંપૂર્ણ તેા એક જ ડલ્લનની નિષ્ફન્વસ`ગ્રહ મળે છે, જ્યારે ગયદાસની તથા ચક્રપાણિની અપૂર્ણ મળે છે. બાકીની બધી કાલમહાદધિમાં તણાઈ ગઈ છે.
વાગ્ભટની ટીકાઓ
અર્ધાંગસંગ્રહ ઉપર જેટાદિની રચેલી બેત્રણ ટીકાએ છે એમ ભિષગાચાય શ્રી. હરિશાસ્ત્રી પરાડકર કહે છે,૧ પશુ તેમે કહે છે તેમ અત્યારે ઇન્દુએ રચેલી શિલેખા નામની એક જ ટીકા સંપૂ` મળે છે, જે ત્રિચુરના મંગલાય પ્રેસમાંથી વૈદ્ય ટી. રૂપારશવે ઈ. સ. ૧૯૨૬ માં છપાવેલ છે.
આ ઇન્દુના ઉલ્લેખ હેમાદ્રિની અષ્ટાંગહૃદયની ટીકા ( સૂ. અ. ૭, શ્લો. ૪ )માં છે. એથી જૂના ઉલ્લેખ મળ્યા નથી, એટલે ઈ. સ. ૧૩મા શતક પહેલા ટીકાકાર ઇન્દુ થઈ ગયા હોવા જોઈ એ. ખીજી તરફથી કેરલ( મલબાર )ના વૈદ્યોમાં પરંપરાથી પ્રચલિત એક દંતકથા ઉતારતાં તન્ત્રયુક્તિવિચાર નામના ગ્રન્થ લખનાર વૈદ્ય નીલમેધે ગ્રન્થારમ્ભે કરેલા નમસ્કારમાં ઇન્દુ અને જેજ્જટને વાગ્ભટના શિષ્યા કહેલા છે. અલબત્ત, આ દંતકથાને વિશેષ પુરાવાની અપેક્ષા તેા રહે જ છે. ઇન્દુએ અષ્ટાંગહૃદય ઉપર પશુ ટીકા કરી હોવાનું શ્રી. હરિશાસ્ત્રી પરાડકર કહે છે.૩
અષ્ટાંગહૃદયના ટીકાકારા—અષ્ટાંગહૃદયની ઘણી ટીકાઓ થઈ છે. આયુર્વેદના બીજા કાઈ ગ્રન્થ ઉપર એટલી ટીકા નહિ લખાઈ હાય એમ વૈદ્ય શ્રી. હરિશાસ્ત્રી પરાડકર કહે છે તે યથા
૧. સટીક અષ્ટાંગહુચ, નિ. કે. ૧૯૩૯માં વાગ્ભટવિમર્શ', પૃ. ૩૯. ૨. જીએ શ્રી વચીસેતુ લક્ષ્મી ગ્રન્થમાળામાં છપાયેલ તન્ત્રયુક્તિવિચારના આરભના ક્ષેાકા તથા તેની અવતારિકા.
૩. વાગ્ભટવિમા, પૃ. ૧૫.