________________
ટીકાકાર
લાગે છે. ચરક-સુશ્રુતના ભટ્ટાર હરિશ્ચન્દ્ર અને એક્ઝટ જેવા ટીકાકારોએ પણ અષ્ટાંગહૃદયની ટીકા કરી છે, એમ તેઓ કહે છે, પણ શા ઉપરથી કહે છે એ નર્યું નથી. અને હરિશ્ચન્દ્ર તે વાડ્મટ પહેલાં હોવાનો સંભવ ઉપર દર્શાવ્યું છે. એમણે અષ્ટાંગહૃદયની કુલ ૩૪ ટીકાઓનાં નામે લખ્યાં છે, જેમાંથી ૧૧ ના કર્તાઓનાં નામની ખબર નથી. વળી, એ યાદીમાં કર્ણાટી, દ્રાવિડી, કેરલી વગેરે ટીકાનાં નામે છે તે તો કદાચ કાનડી વગેરે ભાષામાં અનુવાદના વાચક હશે. એ ગમે તેમ હે, પણ એ સંપૂર્ણ યાદી અહીં ન ન ઉતારતાં જે નવ ટીકાઓની પરાવિદ પી. કે. ગેડેએ અષ્ટાંગહૃદયની પ્રસ્તુત આવૃત્તિના અંગ્રેજી ઉપઘાતમાં ચર્ચા કરી છે તે તથા છપાયેલી બેની ટૂંકામાં અહીં નેધ કરી છે.
આ ચેત્રીસ કે અગિયારમાંથી જે બે છપાઈ છે તેને વિચાર પાછળ રાખી બાકીની નવનાં નામ નેધવામાં આવે છે. (૧) આશાધરની ઉઘોત. આને ઉલેખ પીટર્સને આશાધરના
ગ્રંથ ગણાવતાં કર્યો છે, પણ એક્રેટના કેટલોગસ કેટલેગોરમમાં એની હાથપ્રતની નોંધ નથી એમ શ્રી. પી. કે. ગોડે કહે છે. આશાધર સપાદલક્ષના જૈન વિદ્વાન હતા અને ઈ. સ. ૧૨૪૦ માં વિદ્યમાન હતા. ચન્દ્રનન્દનની પદાર્થચન્દ્રિકા. એક્રેટમાં એની હાથપ્રતોની સેંધ મળે છે. શ્રી. પરાડકર પાસે પણ એની હાથપ્રતો છે. આ ચન્દ્રનન્દનને હેમાદ્રિએ તથા ડલને ઉલ્લેખ કર્યો છે એટલે
એ દશમા શતક પહેલાં થઈ ગયા. ૧. જુઓ સટીક અષ્ટાંગહૃદય, નિ, એ. ૧૯૩૯ માં વાગ્યવિમર્શ, પૃ. ૨૮. ૨. એજન, પૃ. ૨૯, ૩૦. ૩. એજન, પૃ. ૬ થી ૮ તથા તે ઉપરની ટિપ્પણીઓ.
૪. શ્રી. પી. કે. ગોડેના અંગ્રેજી ઉપોદઘાતની ટિપ્પણીઓમાં કેટલોગસ કેટેગોરમના સ્થળનિર્દેશ છે તે જિજ્ઞાસુએ ત્યાં જોઈ લેવા,