________________
તીકાકારે
[૧૧૦ ડલ્સનના મતનું ખંડન કર્યું છે. એ જોતાં ડલ્લન ચક્રપાણિ પહેલાં એટલે દશમા શતકમાં થઈ ગયા હોવા જોઈએ.
હલ્લન અને ચક્રપાણિની ટીકાના ઉત્કર્ષાપકર્ષને વિચાર કરતાં ચક્રપાણિની ટીકા ઉચ્ચ કેટિનું પાંડિત્ય દર્શાવે છે, પણ વિદ્યાર્થીઓને ઉપકારક થાય એવી સરલાર્થતા, બીજા મને સંગ્રહવાની નિપુણતા, અનેકવિધ પ્રાચીન પાઠોને દર્શાવવાની કુશળતા અને વિદ્યાથીઓને બોધ થવામાં ખાસ ઉપયોગિતા હલ્લનની ટીકાની છે એમ જે કવિરાજ ગણનાથ સેન કહે છે તે યથાર્થ છે. અને એ જ કારણથી એની નિબન્ધસંગ્રહ ટીકાને વધારે પ્રચાર થયો છે. ખરી રીતે હજી સુધી તે સુકૃતની સંપૂર્ણ ટીકા એ એક જ મળી છે.
ચરક અને સુશ્રુતની સંપૂર્ણ ટીકાઓ જેની મળે છે તે બે ટીકાકારે ચક્રપાણિ દત્ત અને ડહલન વિશે ગણનાથ સેન સુશ્રુતના પ્રથમ અધ્યાયમાંથી દાખલે ટાંકીને કહે છે કે “ખેટા પાઠે કાઢી નાખીને જેનો અર્થ યુક્તિયુક્ત હોય એવા પાઠે નક્કી કરવાને તો બેમાંથી એકેય ટીકાકારે પ્રયત્ન કર્યો નથી.”
સુશ્રતના બીજા ટીકાકાર-ડક્ષને પિતાની ટીકાના આરંભમાં જે જજટ અને ગયદાસ ઉપરાંત પંજિકાકાર ભાસ્કર અને ટિપ્પનકાર માધવ તથા બ્રહ્મદેવને ઉલ્લેખ કર્યો છે, અને કાર્તિક કે કાર્તિકકુંડ, સુધીર, સુકીર એટલા બીજા ટીકાકારોનાં નામો ડલનની ટીકામાંથી ગણુનાથ સેને ઉમેર્યા છે. વળી, ટિપણુકાર લક્ષ્મણનું નામ કવચિત ડલ્લનમાં મળે છે તથા ગૂઢપદભંગ નામની એક વ્યાખ્યાનું નામ પણ ડલ્લનમાં મળે છે, પણ તેના કર્તાનું નામ મળતું નથી એમ પણ એ વિદ્વાન કહે છે. આ રીતે
૧, એજન, ૨. એજન. ૩. એજન,