________________
આયુર્વેદને ઈતિહાસ છે અને સટીક સુશ્રુતની ૧૯૩૮ની ત્રીજી આવૃત્તિમાં છપાઈ છે. ઘણે સ્થળે ડલનની ટીકા કરતાં સ્પષ્ટતર અને વિસ્તૃત છે. ગયદાસની શારીરસ્થાનની ટીકાની પ્રત પણ નરેશ શાસ્ત્રી પાસે છે એમ એ કહે છે.૧
(૬) ડલનાચાર્ય અથવા ડહણાચાર્ય– કવિરાજ ગણનાથ સેન મથુરા પ્રદેશના નિવાસીનું નામ ડલને જ ઠીક લાગે છે એમ કહે છે. આ ડહલનાચાર્ય ઈ. સ. દશમા થતમાં થઈ ગયા એવું અનુમાન થાય છે. તેઓ મથુરા પાસે આવેલ ભાદાનક દેશના ભરતપાલ નામના વૈદ્યના પુત્ર અને સહપાલ રાજાના પ્રીતિપાત્ર હતા, એમ એ પોતે જ સુશ્રતની ટીકાના આરંભમાં કહે છે. આ સહપાલ રાજા મથુરા પ્રદેશના કોઈક ભાગને અધિપતિ પણ સામંત હશે એ ડલને તેને સાદી રીતે “ભાદનકનાથ” કહેલ છે તે ઉપરથી કવિરાજ ગણનાથ સેન તર્ક કરે છે. આ સહપાલ ભારતના ઇતિહાસમાં પ્રસિદ્ધ બંગાળના પાલ વંશને, ઘણું કરી મહીપાલને, પૂર્વજ હશે, એવો ગણનાથ સેનને મત છે. પણ એ સામંત છે એટલે કોઈ ફટા હશે એવો મારે તર્ક છે. પાલ રાજાઓની સત્તા દશમા–અગિયારમા શતકમાં બંગાળની બહાર પણ ભારતમાં ફેલાઈ હતી એ ઇતિહાસપ્રસિદ્ધ છે.
બીજી તરફથી ગણનાથ સેન બતાવે છેતેમ ૧૧મા શતકના ચક્રપાણિ દત્તને, બીજી ટીકાઓમાં પુષ્કળ ઉતારા કરનાર ડલને ક્યાંય ઉલ્લેખ કર્યો નથી અને નામ લીધા વગર ચક્રપાણિએ
૧. બોડલિયન લાયબ્રેરીમાંથી મંગાવેલી આ ખંડિત પ્રત છે. ૨. જુઓ ભાનુમતી સાથેના સુશ્રુતસૂત્રસ્થાનને ઉપોદઘાત, '૩, જુઓ સુ. ઉ. અ. ૨૬ ની ટીકાને અન્તભાગ. ૪. જુઓ બીજી ટિપ્પણુમાં કહેલો ઉપોદઘાત. ૫. એજન.