________________
ટીકાકારે
* [ ૧૬૫ ૧૦૪૦ થી ૧૦૭૦ ઇતિહાસવિદોએ માન્ય છે, માટે ચક્રપાણિ દત્ત પણ એ જ સમય ઠરે છે.
ચક્રપાણિ તે કુલ ચાર ગ્રંથ લખ્યા છે. તેમાં ચરકની આયુર્વેદીપિકા નામની ટીકા આખી મળે છે અને વારંવાર ચરક સાથે છપાઈ છે. તેની બીજી ટીકા સુશ્રુત ઉપર ભાનુમતી છે, તે સૂત્રસ્થાન સુધીની જ મળે છે અને હમણું જ સુશ્રુતસૂત્રસ્થાન સાથે છપાઈ છે. ચક્રપાણિ દત્ત ચક્ર સંગ્રહ અને દ્રવ્યગુણસંગ્રહ એ બે ગ્રન્થો પણ લખ્યા છે, પણ એ વિષે કહેવાને પ્રસંગ પાછળ આવશે.
(૪) શિવદાસ સેન–તેણે ચરકની તસ્વચન્દ્રિકા નામની વ્યાખ્યા લખી છે. વ્યાખ્યાની એક હાથપ્રત, જેમાં સૂત્રસ્થાનના આરંભથી ૨૭ અધ્યાય સુધીની વ્યાખ્યા મળે છે, તે મુંબઈની છે. એ. સ. ના પુસ્તકાલયમાં છે. પ્રયત્ન કરવામાં આવે તે આખી પ્રત મળી શકે એવો વેધરાજ જા. ત્રિ. આચાર્યને વિશ્વાસ છે. આ શિવદાસ સેનને વિશેષ વિચાર પાછળ આવશે.
સુકૃતના ટીકાકારે (૫) ગયદાસ-સુશ્રતના ટીકાકારેમાં પ્રાચીનતમ જંજટને ઉલ્લેખ ઉપર આવી ગયો છે, અને કાળક્રમમાં બીજા ગયદાસ આવે છે. આ ગયદાસની પંજિકા નામની સુશ્રુત ઉપર ટીકા હતી. ટીકાકાર ડલને વારંવાર ગયદાસને ઉલેખ કર્યો છે, અને પોતે મોટે ભાગે ગયદાસના પાઠોને સ્વીકાર્યા છે. આ ગયદાસે જે જજટને ઉલ્લેખ કર્યો છે. માટે એ જેક્લટ પછી અને ડલ્લન પહેલાં ઘણું કરી ઈ. સ. સાતમા-આઠમા શતકમાં થયા હોવાનો સંભવ છે. ગયદાસની ટીકા પંજિકા કે ન્યાયચન્દ્રિકા નિદાનસ્થાનની મળી
૧. ચક્રપાણિ દત્ત વિશે ઉપર જે લખ્યું છે તે ભાનુમતી સાથે નિ. પ્રે, માંથી ૧૯૩૯ માં બહાર પડેલ સુશ્રુતસૂત્રસ્થાન સાથે મ. મ, કવિરાજ ગણનાથ સેનના ઉપધાતના આધાર છે.