________________
૧૧૪]
આયુર્વેદનો ઈતિહાસ આ ભટ્ટાર હરિશ્ચન્દ્ર ખરનાદસંહિતાને પ્રતિસંસ્કાર કર્યો છે એવી જનકૃતિ અષ્ટાંગસંગ્રહની ઈન્દુ વ્યાખ્યાના સમયમાં પ્રચલિત હતી.
(૨) જે જજટ–ચરકના ટીકાકાર જજટ વાગભટના શિષ્ય હોવાનું પિતે જ કહે છે. એની રચેલી નિરંતરપદ વ્યાખ્યાન નામની ટીકાનું એક પુસ્તક ચિકિત્સાસ્થાનથી આરંભી સિદ્ધિસ્થાન પર્વત, પણું વચ્ચે વચ્ચે ઘણું ગુટિત, મદ્રાસને સરકારી પ્રાગ્ય પુસ્તકાલયમાંથી વૈદ્યરાજ જા. ત્રિ. આચાર્યે મેળવ્યું છે. આ જે જજટ ભટ્ટાર હરિશ્ચન્દ્રનું નામ લખે છે, માટે તેના પછી પણ વાટને સમકાલીન હાઈને ઈ. સ. પાંચમાના પાછલા ભાગમાં કે છઠ્ઠામાં થયો હશે. જેજ સુકૃતની વ્યાખ્યા પણ રચી હતી એમ ડહલન અને મધુકેશના ઉતારાઓથી જણાય છે. એના કૈયટ, મમ્મટ પેઠે ટાન્ત નામ ઉપરથી એ કાશ્મીરને વતની હોવાની વૃદ્ધ વૈદ્યોમાં માન્યતા હતી; પણ એ વાભટને શિષ્ય છે એ જોતાં સિન્ધને હેવાને સંભવ છે. આ જેટ સુકૃતના ટીકાકારોમાં સૌથી જૂને છે. એની સુશ્રુત ઉપરની ટીકા અત્યારે મળતી નથી. ડલને જેક્લટની ટીકા જોઈને પિતાની ટીકા લખી છે એમ કહ્યું છે. . (૩) ચક્રપાણિ દત્ત–આ વૈદ્યકાચાર્ય, જેમણે ચરક ઉપર આયુર્વેદદીપિકા અને સુશ્રુત ઉપર ભાનુમતી ટીકા લખી છે, તેઓ નરદત્ત વૈદ્યના શિષ્ય, ગૌડ દેશના રાજાના વિશ્વાસપાત્ર વૈદ્ય, નારાયણના પુત્ર અને એ જ ગૌડરાજાના અતરંગ ભાનુદત્તના ભાઈ હતા, એ રીતે એમણે ચક્રાસંગ્રહને અન્ને પિતાને પરિચય આપે છે. ચક્રપાણિ દત્તના આશ્રયદાતા આ ગૌડરાજા છે નયપાલદેવ એમ શિવદાસ સેને કહ્યું છે, અને આ નયપાલ રાજાને સમય ઈ. સ.
૧. એજન.
૨. જુઓ ભાનુમતી ટીકા સાથેના સુકૃત સૂત્રસ્થાનને ઉપદઘાત તથા આયુર્વેદ વિજ્ઞાન’, પુ. ૨૨, અં, ૧૧, ૧૨ માં તેનો અનુવાદ.