________________
વાગ્ભટ
[ ૧૫૯
વચન
એછે। શ્રમ કરનારાઓ માટે આ મોટા ફળવાળું જુદું તન્ત્ર રચ્યું છે' એ અષ્ટાંગહ્રદય (ઉ. અ. ૪૦, લેા. ૮૦ )તું એકકત્વનું સ્પષ્ટ સૂચક છે. અને એકતાના પક્ષમાં સૌથી પ્રખળ પુરાવા એ જ છે. સામા પક્ષમાં અષ્ટાંગસંગ્રહમાં હાડકાં વિસ્તારથી ગણાવ્યાં છે ત્યારે અષ્ટાંગહ્રદયમાં હાડકાં ૩૬૦ છે એટલું જ કહી દીધું છે. તે ઉપરથી અસ્થિજ્ઞાનની જે આવશ્યકતા સુશ્રુતકાળમાં મનાતી તે અષ્ટાંગસંગ્રહના કાળમાં નહાતી મનાતી, છતાં પેાતાના ગ્રન્થ પૂરા સંગ્રહ ગણાય માટે અષ્ટાંગસંગ્રહમાં વીગતથી ગણાવ્યાં પછી વૈદ્યકના વિદ્યાર્થી માટે અનાવશ્યક લાગવાથી અષ્ટાંગહૃદયમાં છેાડી દીધાં એમ માનવું કે અષ્ટાંગસંગ્રહ અને અષ્ટીંગહૃદય વચ્ચેના કાળમાં શરીરનાનની ઉપેક્ષા વૈદ્યોમાં વધતી ગઈ એમ ગણવું ? ચાક્કસ ઉત્તર આપવા મુશ્કેલ છે. જોકે હલ તા માને છે કે વૃદ્ઘ વાગ્ભટના કાળમાં શારીરત્તાન સુશ્રુતથી ઓછું થયું હતું અને અષ્ટાંગહૃદયના કાળમાં ધણું વધારે ઓછું થયું. બીજા પણુ આવા દાખલાઓ છે. અષ્ટાંગસંગ્રહ અને અષ્ટાંગહૃદયના દિનચર્યાધ્યાયને સરખાવતાં ચરક–સુશ્રુતમાં નથી એવું કેટલુંક નવું અને ઉપયુક્ત અષ્ટાંગસંગ્રહમાં મળે છે, પણ અષ્ટાંગહૃદયમાં અષ્ટાંગસંગ્રહમાંથી દશ જ શ્લેાકેા છે, જ્યારે બાકીના ૧૯ નવા છે; તે નવામાં કાઈક રત્નરૂપ છે, છતાં અષ્ટાંગસંગ્રહમાં એ નથી. એથી ઊલટું અલ્ટંગસંગ્રહના વ્યવહારાપયેાગી શ્લેાકા હૃદય 'માં છેાડી દીધા છે તે શા માટે? સ ંક્ષેપનું કારણ હોય તે। નવા શા માટે મૂકયા ?૧ આવી ધણી મુશ્કેલીએ એકતા માનવાના પક્ષમાં મને દેખાય છે, છતાં પ્રાચીન માનસને આધુનિક ગજથી ન માપવું જોઈ એ; એટલે અર્વાંગસંગ્રહ રચ્યા પછી અમુક વર્ષી ગયાં કેડે અર્વાંગહૃદય એ જ વૈદ્ય વાગ્ભટે રચ્યું હોય કે સા ાઢસા વ
"
૧. જુએ, મારા 'આયુથે દના દાનિક તથા સદ્વ્રુત્ત સબંધી પ્રકરણાને અભ્યાસ', પૃ. ૬૮, ૬૯ એ લેખ, જેમાં એ વાગ્ભટને ભિન્ન માન્યા છે..