________________
વાટ
[૧૬૧. આખો વિષય પહેલાં પાંચ સ્થાને માં બહુધા સમાવી દઈને છઠ્ઠા ઉત્તરસ્થાનમાં બાકીના કૌમારભૂત્ય, ભૂતવિદ્યા (ઉન્માદ, અપસ્માર પણ), શાલાક્ય, શલ્ય, અગદતંત્ર અને રસાયન-વાજીકરણને સમાવેશ કર્યો છે અને એ રીતે પ્રાધાન્ય કાયચિકિત્સાને આપ્યું છે. કદાચ એ જ કારણથી હાડકાંઓના વર્ણનમાં સુશ્રુતક્ત ઘણી વાતો સ્વીકાર્યા છતાં કુલ સંખ્યા ચરકને અનુસરી ત્રણસો સાઠ કહી છે.
વાટની દૃષ્ટિ સમજવા માટે આટલી તુલના બસ છે. બાકી વાæટે નવું ભાગ્યે જ કહ્યું છે એમ સામાન્ય રીતે કહી શકાય. છતાં ચરક-સુશ્રતની બહાર વધારો અષ્ટાંગસંગ્રહમાં કેટલાક છે. દા. ત. બાલગ્રહના પ્રકરણમાં, સુકૃતમાં જુદા જુદા ગ્રહના પ્રતિષેધમાં સ્નાનની–નવરાવવાની વાત અર્ધા કે એક લેકમાં કહેલી છે (જુઓ ઉ. અ. ૨૮, શ્લ. ૯; અ. ૨૯, લો. ૮; અ. ૩૦, શ્લ. ૮ વગેરે) અને આજ સુધી શીતળા વગેરેમાં નવરાવવાને વિધિ પ્રચલિત છે, પણ અષ્ટાંગસંગ્રહમાં સ્નેપનવિધિ નામને લાંબે અધ્યાય છે (ઉ. અ. ૫), તેમાં નવરાવવા વખતે બેલવાના મંત્ર લંબાણથી આપ્યા છે. સુશ્રુતમાં સમંત્ર નવરાવવું એટલું જ છે. મતલબ કે વાભેટમાં આ જાતને વિશેષ છે અને તે બીજાં તંત્રમાંથી આવ્યો હોવાનું સંભવ છે.
બીજો દાખલો શસ્ત્રકર્મોપગી યંત્રોના વર્ણનમાં (જુઓ અ. નં., સૂ. અ. ૩૪) સુશ્રત કરતાં બે સંદંશયં ત્રણ શલાકાયંત્રો તથા કેટલાંક નાડીતંત્રે વધારે કહ્યાં છે. આ નાડીયંત્રમાં નીક્ષણયંત્ર જેવા ઉપયોગી નાડીયંત્રને સુપ્રતમાં ઉલ્લેખ નથી, જ્યારે અ. સં. માં છે. આ જાતના વધારે દાખલાઓ આપવાની અહીં જરૂર નથી, અભ્યાસીઓ શોધી શકશે.
૧. યંત્ર સંબંધમાં આ બે ગ્રન્થોની તુલના માટે જુઓ સટીક સુશ્રતની નિ છે, ની ૧૯૩૧ ની આવૃત્તિ, સૂ. અ. ૭ માં સંપાદકીય ટિપ્પણીઓ
૧૧