________________
૧૬૦ ].
આયુર્વેદને ઈતિહાસ પછી એ જ નામના બીજા માણસે રચ્યું હેય બેય સંભવ છે. ચોક્કસ કહેવા માટે પુરા નથી એવો મારો મત છે.
વૈદ્ય વાટ ધ વૈદિક હતા કે બૌદ્ધ એ વિશે પણ મતભેદ થશે છે, પણ મને તે અષ્ટાંગસંગ્રહનું મંગલાચરણ સ્પષ્ટ બૌદ્ધ લાગે છે. પહેલા શ્લોકમાં સ્પષ્ટ વુદ્ધાય છે અને બીજા કના રાગાદિ રંગને સમૂલ ઉખેડી નાખનાર એક વૈદ્ય તે પણ બુદ્ધ જ. વળી, અષ્ટાંગસંગ્રહમાં સર્વ જવરનિવૃત્તિ માટે આર્યાવલે કિતને તથા આર્ય તારાને નમસ્કાર કરવાનું કહ્યું છે. આર્યાવલોકિતને ગુરુ પણ કહેલ છે (અ. સં. ઉ. અ. ૫૦ ). અન્યત્ર જિન, જિનસુત અને તારાની આરાધના ઉલ્લેખ છે (ચિ. અ. ૨૧). મહાવિદ્યાને એક સ્થળે ઉલેખ છે ( ઉ. અ. ૮). આવા ઉલ્લેખે ઉતારી વાભટવિના લેખક વિષગાચાર્ય હરિશાસ્ત્રી પરાડકર વાડ્મટને બૌદ્ધમતાવલંબી કહે છે, તે યથાર્થ લાગે છે. અષ્ટાંગહૃદયકાર એક છે કે જુદા, પણ બૌદ્ધ તો છે જ.
અષ્ટાંગસંગ્રહ અને અષ્ટાંગહૃદયનું વસ્તુ–વાગભટે મુખ્યત્વે ચરક-સુશ્રુતમાંથી અને કંઈક અંશે અત્યારે ન મળતાં બીજાં તત્રમાંથી વૈદ્યકનાં સર્વ અંગેને લગતાં વસ્તુને સંગ્રહ કરીને તેની ચરક-સુશ્રુતથી જરા જુદી રીતે ગોઠવણ કરી છેઃ (૧) સૂત્ર, (૨) શારીર, (૩) નિદાન, (૪) ચિકિત્સા, (૫) ક૯૫ અને ૨ (૬) ઉત્તરસ્થાન. આ વિભાગો સુશ્રુતને અનુસરતા છે, છતાં સુકૃતના કલ્પસ્થાનમાં અગતન્ત્ર છે, જ્યારે અષ્ટાંગસંગ્રહના કલ્પસ્થાનમાં વમન, વિરેચન અને બસ્તિના ક૯પે તથા તેની વ્યાપત્તિઓ વગેરે ચરકના કલ્પ અને સિદ્ધિસ્થાનવાળા વિષયોનું વર્ણન છે. ચરક અને સુશ્રુતમાં વસ્તુને જ નહિ પણ ગોઠવણને પણ વાલ્મટે કે સંગ્રહ કર્યો છે એની આ દાખલો છે. એ જ રીતે કાયચિકિત્સાને
જુઓ અમ્રાંગહદય સટીકની નિર્ણયસાગરે પ્રકાશિત કરેલી ૧૯૩૯ની આવૃત્તિમાં વાગ્યવિમર્શ, . .