________________
૨૪] .
આયુર્વેદને ઈતિહાસ વૈદિક શારીર આ ઔષધોપચાર માટે જેમ વનસ્પતિજ્ઞાન આવશ્યક છે, તેમ શારીર–શરીરની રચનાનું જ્ઞાન પણ આવશ્યક છે. વેદિક સાહિત્યમાં મનુષ્ય શરીરની રચના વિશે જે ઉલ્લેખ મળે છે તે આશ્ચર્યકારક છે. અથર્વવેદના એક સૂક્ત (૩૫. વે. ૧૦-૨)માં માણસના શરીરનાં હાકડાંઓની જે નેંધ છે તે ચરકના હાડકાંનાં વર્ણનને એટલી બધી મળતી છે કે બેયને સરખાવતાં તરત લાગે છે કે આત્રેય આચાર્યો જે હાડકાંઓનું વર્ણન કર્યું છે તે બધાં હાડકાં અથર્વવેદના આ વૈદ્ય-ઋષિએ જોયેલાં ખરાં. અલબત્ત, અથર્વવેદના આ સૂક્તમાં હાડકના વાચક તરીકે પાછલા આયુર્વેદિક સાહિત્યમાં અપ્રયુક્ત એવા કેટલાક શબ્દ વાપર્યા છે. આ શબ્દોને ડો. હર્બલે જે અર્થ વિચારપૂર્વક કર્યો છે તે સ્વીકારવામાં વધે નથી, જેકે પં. હરિપ્રપન્નઇ કેટલીક બાબતમાં ડો. હર્નલથી જુદા પડે છે. વૈદિક સાહિત્યને અનુક્રમ જોઈએ તે “શતપથબ્રાહ્મણ અથર્વવેદ પછી કેટલેક વખતે સંગ્રહાયું છે; એટલે પોતાની ઉન્નતિ સાથે જતા સમાજમાં અથર્વવેદ કરતાં શતપથબ્રાહ્મણમાં વધારે ચેકસ જ્ઞાનની નિશાની મળવી જોઈએ. વસ્તુસ્થિતિ પણ એમ જ છે. શતપથ (૧૦–૧–૪–૧૨ તથા ૧૨-૨-૪–૯)માં હાડકાંની જે નેધ છે તે અથર્વવેદ કરતાં વધારે આગળ વધેલી છે. શતપથમાં જેકે આત્રેય મતાનુસાર ૩૬૦ હાડકાં કહ્યા છે, પણ કેટલીક વાતો સુશ્રતની અસ્થિગણનાને મળતી છે. સુશ્રત પેઠે શતપથ પણ અસ્થિજેટલા મજજાભાગો માને છે.૩ અથર્વવેદ, શતપથ, ચરક અને સુશ્રુત ચારેયનાં અથિપંજરનાં વર્ણનને સરખાવવાથી સ્પષ્ટ દેખાય
૧. “સ્ટડીઝ ઇન ધી મેડીસીન એફ એનશંટ ઈંડિયા', પૃ. ૧૮૨. ૨. જુઓ “રસોગસાગર”નો ઉપઘાત.
૩. જુઓ “સ્ટડીઝ ઇન ધી મેડીસીન ઐફ એનાંટ ઈંડિયા', તથા આયુર્વેદવિજ્ઞાન”, માર્ગશીર્ષ, ૧૭૮.