________________
દ્વિતીય ખંડ
આયુર્વેદની સંહિતાઓ વૈદ્યને લગતા સંસ્કૃત ભાષામાં અત્યારે જે સેંકડે ગ્રન્થ મળે છે તે સર્વમાં પ્રાચીનતમ, પરમ પ્રતિષ્ઠાવાળા અને પાછળના વૈદ્યક સાહિત્યના મૂળભૂત એવા બે સંપૂર્ણ ગ્રન્થ મળે છે અને બે ત્રુટિત મળે છેઃ (૧) ચરકસંહિતા, (૨) સુશ્રુતસંહિતા, (૩) ભેલસંહિતા, અને (૪) સંવત ૧૯૯૫માં જ છપાયેલી કાશ્યપ સંહિતા.
આ ચારમાં પણ જૂના કાળથી ચરકસંહિતા અને સુશ્રુતસંહિતા બેને જ પ્રમાણભૂત ગ્રન્થ તરીકે વૈદ્યોમાં પ્રચાર હતા એ ચેકકસ છે. વાડ્મટ જેવો લગભગ ચૌદસ વર્ષ પહેલાંને આયુર્વેદપારંગત વિદ્વાન વૈદ્ય “ચરક-સુશ્રુતને છોડીને ભેલાદિ કેમ નથી વંચાતા?” એમ કહે છે અને ઈ. સ. ૧૧ મા શતકના કવિ શ્રી હર્ષ
નૈષધચરિત'માં વૈદ્ય પાસે ચરક-સુશ્રુતના જ્ઞાનને જ ઉત્તમ વૈદ્ય હેવા માટે આવશ્યક તરીકે દર્શાવે છે.
१. ऋषिप्रणीते प्रीतिश्चेद् मुक्त्वा चरकसुश्रुतौ भेलाद्याः किं न पठयन्ते ?
–. હૃ. ૩. ૫. ૪૦, . ૮૮ २. कन्यान्तःपुरबावनाय यदधीकारान्न दोषा नृपं
द्वौ मन्त्रिप्रवरश्च तुभ्यमगदंकारश्च तावूचतुः। देवाकर्णय सुश्रुतेन चरकस्योक्तेन जानेऽखिलं
स्यादस्यानलदं विना नदलने तापस्य कोपीश्वरः॥ સુશ્રતની નિર્ણયસાગરની આવૃત્તિમાંથી શ્રી જાદવજી ત્રિ. આચાર્યના નિવેદનમાં કરેલો ઉતારે.