________________
આયુર્વેદની સહિતાઓ
[ r
એ પાંચની ભિક્ષુઓને અનુમતિ આપી.” આમાં દૂધના ઉલ્લેખ નથી, એ ધ્યાનમાં લેવા જેવું છે. પછી રીંછ, માલાં, સૂવર, ગધેડાં વગેરેની ચરબી પકાવી તેલની સાથે મેળવીને લેવાની અનુમતિ આપી.
પછી દવાઓની જરૂર પડતાં હળદર, આદુ, વજ, અતિવિષ, વાળા, નાગરમોથ વગેરે જળવાળા મૂળરૂપ દવાઓની અનુમતિ અને તેને વાટવા માટે ખલબત્તાની પણ અનુમતિ આપી.
પછી લીંબડાને કષાય, કડાછાલને કષાય, પટાલ કષાય, કરંજના કષાય અને બીજા પણુ કષાયાની અનુમતિ આપી.
પછી પત્રરૂપ દવાઓ, જેમકે લીંબડાનાં પાન, કડાછાલનાં પાન, પટેાલનાં પાન, તુળસીનાં પાન, કપાસનાં પાન વગેરે પાનની અનુમતિ આપી.
પછી ફળરૂપ ાએ, જેમકે વાવડિંગ, પીપર, મરી, હરડાં, બહેડાં, આમળાં વગેરેની અને હિંગ, સજ્જીત ગુ' વગેરે ગુની અનુમતિ આપી.
લવણા—મીઠું, સંચળ, સિ ંધાલૂણુ, વાનસ્પતિક લવણું ( કર્યું ?) અને જે કાઈ ખીજું પ્રચલિત હાય તેની અનુમતિ આપી.
ચૂÇરૂપ દવાની અનુમતિ તથા એ માટેનાં ખાણિયા, મુસળ તથા ચાળણીની અનુમતિ આપી.
રાગોનાં નામેામાં સ્થૂળકક્ષ ( દાદર ), ખુજલી, ફેાલા, આસ્રાવ, ભૂતપ્રેતથી થતા રોગ એટલાં મળે છે.
અંજન—અંજનદાની અને અંજનની સળીનેા ઉલ્લેખ છે. માથે લગાડવાનાં તેલનેા અને નસ્યના તથા નસ્ય નાખવાની તળાતા ઉલ્લેખ છે.
ધૂમપાનનું તથા ઘૂમની વાટ તથા શ ંખ, સાનું, રૂપું વગેરેનાં મનેત્રના ઉલ્લેખ છે.