________________
૧૨૬ ]
· આયુર્વેદના ઇતિહાસ
વપરાવા લાગ્યા.o તેમ પ્રત્યક્ષ પરિચય ધટી જતાં કેટલાક કાલ્પનિક વિસ્તાર પણ ઉમેરાયા અને તેને પરિણામે આયુર્વેદના શારીરમાં ધણી ગડબડ થઈ ગઇ છે. છતાં પ્રાચીનેાના સાચા શારીરજ્ઞાનનું સૂચક કૈટલુંક ચરક—સુશ્રુતમાં જળવાઈ રહ્યું છે.
હાડકાં ચરકમાં ૩૬૦ અને સુશ્રુતમાં ૩૦૦ ગણ્યાં છે અને હાલમાં દાક્તરી મતમાં ખસેા ગણાય છે. સામાન્ય માણસને આ મતભેદથી જ પ્રાચીન વૈદ્યોને હાડકાનું જ્ઞાન નહેતું એમ લાગે, પણ હલે અતિશય પરિશ્રમથી તુલનાત્મક અભ્યાસ દ્વારા આયુર્વેદની અસ્થિગણુના ખરાખર છે માત્ર ગણતરીની રીત જુદી છે, એ સિદ્ધ કર્યું છે.૩ વળી ત્વચાને સુશ્રુત સાત પ્રકારની તથા ચરક છ પ્રકારની કહે છે અને હાલ સુક્ષ્મદર્શીકય ત્રથી ત્વચાના વિભાગ દેખાય છે એ હકીકત પ્રાચીન વૈદ્યોની તર્કબુદ્ધિને શાણાસ્પદ છે. તેમ કલા, જેને અ કવિરાજ ગણુનાથ સેન મેમ્બ્રેન કરે છે, તેનું વર્ણન તથા સ્નાયુઓ, જેને અ એ જ વિદ્વાન · ફ્રાઈથસ ટીસ્યુ ’ અથવા ‘ લીગામેન્ટ ’ કરે છે, એનું વન પણ પ્રાચીન વૈદ્યોના જ્ઞાનનું ઠીક
>
સૂચક છે.જ
6
શારીરનું વૈદ્રિક વૈદ્યને સારું જ્ઞાન હતું એ ઉપર જોયું છે. એ જ્ઞાનમાં પાછળથી બહુ વિકાસ થયો હોય એવું દેખાતું નથી. ગવીની જેવા શારીરાવયવવાચક વૈદિક શબ્દો ભુલાઈ ગયા છે.પ
૧, જીએ વૈદ્યોમાં ચાલેલી ધમનીવિષયક ચર્ચા, ‘પ્રત્યક્ષશારીર’ના ઉપેાધાત, પૃ. ૬૬ થી ૬૮. કવિરાજ ગણનાથ સેનની જ ‘સજ્ઞાપ ચકવિમ’ નામની પુસ્તિકા અને તેનેા ગુજરાતી અનુવાદ આયુવેદ વિજ્ઞાન,’ પુ, ૧૫, અ’૧-૨,
૨, જુઓ ‘પ્રત્યક્ષશારીરના ઉપેાદ્ઘાત, પૃ. ૭૧,
:
૩. જુઓ હુલના · સ્ટડીઝ ઇન ધી મેડિસિન આફ એન્શ્યન્ટ ઈંડિયા, ' ૪. જીએ નિ, ભા. વૈદ્ય સ ંમેલનની ત્રીજી બેઠકના પ્રમુખ તરીકે કવિરાજ ગણનાથ સેનનું ભાષણ, રજત જયન્તી ગ્રન્થ, પ્રથમ ભાગ, પૃ. ૫૮,
4.
જીએ ઉપર, પૃ. ૨૯.