________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૫૧ સિવાય પણ આયુર્વેદમાં કહેલાં રસાયન ઔષધના સેવનથી દીર્ધાયુષ, આરોગ્ય અને યૌવનની પૂર્તિ પ્રાપ્ત થાય એમ આયુર્વેદ માને છે.
રસાયન ગુણવાળાં અનેક ઔષધે અતિશક્તિવાળી ફલશ્રુતિ સાથે લખ્યા પછી પણ આયુર્વેદ એમ તે માટે જ છે કે “સત્યવાદી, અઝેધી, મદ્ય અને મૈથુનથી દૂર રહેનાર, અહિંસક, પ્રશાન્ત, જયપરાયણ, પવિત્ર, ધીર, તપસવી, જાગવું અને ઊંઘવું બેયને સમતાથી સેવનાર, હંમેશાં દૂધ ઘી ખાનાર, દેશકાળનું પ્રમાણ જાણનાર, પ્રશસ્ત આચરણવાળે, અધ્યાત્મ તરફ જેની ઇન્દ્રિયો વળેલી છે એ અને જે જિતાત્મા છે તેને નિત્યરસાયન જાણુ અને એવા ગુણોવાળો જે રસાયનનું સેવન કરે તો યક્ત ગુણેનો લાભ મેળવે.”૧ મતલબ કે ઔષધો અને ઉત્તમ ખેરાક સાથે મનની ઉચ્ચ સ્થિતિ પણ દીર્ધાયુષ અને આગ્ય માટે આવશ્યક છે એમ આયુર્વેદ માને જ છે. અને જોકે ફલશ્રુતિમાં હજારો વર્ષનું આયુષ,
જન સહસ્ત્ર ગતિ વગેરે અતિશયોક્તિઓ છે, પાછળથી અતિશક્તિને પ્રકાર વધે છે, પણ પ્રકૃષ્ટ મીમાંસક શબરસ્વામી સ્પષ્ટ કહે છે તેમ પ્રાચીનકાળનાય બુદ્ધિશાળી વિદ્વાને આવી અતિશક્તિ માનતા નહિ; એટલે હજાર વર્ષ કે હજાર તે દૂર રહ્યાં, સો વર્ષ જેટલું લાંબું પણ ભલે ન જિવાય, પણ વિધિપૂર્વક રસાયનસેવનથી આરોગ્યને અને કદાચ આયુષને પણ કાંઈક લાભ થાય છે એટલું માનવામાં વાંધો નથી.૪
૧. જુઓ ચરક ચિ. અ. ૧, પા, ૪, શ્લો. ૩૦ થી ૩૪. * ૨. એજન, અ. ૧, પા. ૩, શ્ય. ૧૩ અને પા. ૪-૭ તથા સુશ્રુત ચિ. અ. ૨૭, લે. ૧. .. 3. न रसायनानामेतत्सामर्थ्य दृष्टं येन सहस्रसंवत्सरं जीवेयुः।
• શબરભાષ્ય ૪. સુકત ચિ. અ. ૨૭ માં કહેલ વિડગલના પ્રયોગનો સ્વ.