________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૫૩ યુનાની સંસ્કૃતિ અને વૈઘકને મુસ્લિમ રાજ્યકાળમાં આ દેશમાં પ્રચાર થયા પછી વિલાસિતા અને વાજીકરણ ચોગાને પ્રચાર બેય વધ્યાં છે.
ઉપર પ્રમાણે આયુર્વેદનાં વિવિધ અંગે અને ઉપાંગોનું ટૂંકામાં વર્ણન કરવાને હેતુ આયુર્વેદના મૂળ ગ્રન્થ ચરક–સુકૃતમાં શો છે તેને સામાન્ય વાંચનારને સામાન્ય ખ્યાલ આવે એ છે. એથી વધારે ઊંડા ઊતરવા ઈચ્છનાર માટે તો મૂળ ગ્રન્થ જેવા એ જ રસ્તો છે. ઉપર જેને અંગુલિનિર્દેશ પણ નથી થઈ શકયો એવું વૈદ્યક મૂલ્યવાળું એ સંહિતાઓમાં ઘણું છે એ કહેવાની પણ ભાગ્યે જ જરૂર છે, પણ આયુર્વેદનો ઇતિહાસ સમજવા માટે આટલું પૂરતું છે એમ મને લાગે છે. | ચરક, સુશ્રુત, ભેલ અને કાશ્યપ સંહિતા અને તત્સમકાલીન બીજી સંહિતાઓ, જેની નૈધ ઉપર આવી ગઈ છે, તેમાંથી કેટલીક ( અત્યારે લુપ્ત હોવાથી કેટલી એ ચક્કસ ન કહી શકાય) એટલું આયુર્વેદિક ગ્રન્થસાહિત્ય ઈ. સ. ચેથા શતક સુધીમાં તૈયાર થઈ ગયું હતું. આયુર્વેદનાં શલ્ય, શાલાક્ય, પ્રસૂતિતંત્ર આદિમાં એ પછીના કાળમાં નવી શોધે ભાગ્યે જ થઈ છે, પણ સ્મશાસ્ત્ર જેવી વૈદ્યકની નવી શાખાઓને વિકાસ પાછળથી થયો છે. વળી, આયુર્વેદનું પછી શું થયું એ અતિહાસિક કુતૂહલને સંતેશે એવી તે ઘણું સામગ્રી છે માટે આયુર્વેદના ઇતિહાસમાં આગળ ચાલીએ.