________________
વાભટ
કર્યા છે. અષ્ટાંગસંગ્રહકાર પોતે જ ગ્રંથના આરંભમાં કહે છે તેમ
આયુર્વેદમાં જુદાં જુદાં તંત્રોમાં એ જ વસ્તુ કવચિત થેડા વિશેષ સાથે વારંવાર કહી છે અને એ બધાં તન્નો જોતાં જિંદગી પૂરી થઈ જાય, માટે વિસ્તાર અને પુનરુક્તિ છોડી થઈને તથા સંક્ષેપ માટે ક્રમનો ફેરફાર કરીને આયુર્વેદનાં સર્વે તંત્રોને સાર અષ્ટાંગસંગ્રહમાં ખેંચે છે.” ચરક-સુશ્રુતમાં ન મળતું અથવા એથી મતભેદવાળું જે કાંઈ અષ્ટાંગસંગ્રહમાં મળે છે તે અત્યારે લુપ્ત બીજાં તંત્રોમાંથી લેવામાં આવ્યું છે એ ચેકકસ છે. એમ છતાં અષ્ટાંગસંગ્રહને મુખ્ય આધાર તે ચરક-સુશ્રત જ છે. ચરક અને સુશ્રત બેયની વસ્તુને સંગ્રહ કરવાની ગ્રન્થકારની મતલબ છે એ વાત અષ્ટાંગહૃદયમાં તે સ્પષ્ટ કહી પણ છે.
ટૂંકામાં ચરક-સુશ્રુત પ્રસિદ્ધ થયા પછી એટલે ઈ. સ. ચયા શતક પછી અષ્ટાંગસંગ્રહની રચના થઈ છે, અને એની અર્વાચીન મર્યાદા જોઈએ તે માધવનિદાનના કર્તા માધવ અષ્ટાંગહૃદયમાંથી ઉતારે કરે છે, માટે માધવ પહેલાં અષ્ટાંગહૃદય અને અષ્ટાંગસંગ્રહ બેયના કર્તા થઈ ગયા છે. હવે માધવને સમય અરબી પુરાવા ઉપરથી ઈસ. સાતમા અથવા આઠમા શતકમાં માનવાને મત હર્નલે આપે છે અને એ સાધારણ રીતે સર્વમાન્ય થયે છે.
૧. જુઓ દાખલા તરીકે વૈદ્ય ૫. રામચન્દ્ર શાસ્ત્રી કિંજવડેકર સંપાદિત અછાં સંગ્રહ શારીરસ્થાનની ૧૯૩૮ની આવૃત્તિમાં આપેલી ઉલ્લેખસૂચિઓ.
૨, અષ્ટાંગહૃદય ઉ. અ. ૪૦, . ૮૪.
૩. જુઓ માધવનિદાનના આરંભના નિયાને પૂર્વકarળ આદિ કે અષ્ટાંગહદય નિ. અ. ૧ માંથી ઉતાર્યા છે. તેમ જ અશેનિદાનમાં અષ્ટાંગહદય અ. ૭ માંથી છે. ૨૮ થી ૪૫ ઉતાર્યા છે.
૪, જુઓ જોશીનું “ઇડિયન મેડિસિન” પૃ. ૭-૯ તથા હર્નલનું “સ્ટડીઝ ઇન ધી મેડિસિન એફ એસ્થેટ ઇડિયા” પૃ. ૧૬ અને પી. સી. રાયનું હિસ્ટરી ઓફ હિન્દુ કેમિસ્ટ્રીને ઉપદ્દઘાત, પૃ. ૧૧૨.
. શા