________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૪૯ જંગમ વિષમાં આજે જે સર્પવિષ આ દેશનાં હજારે પ્રાણીઓને ભાગ લે છે તેનું સુકૃતમાં પણ વિસ્તારથી વર્ણન છે. માત્ર દષ્ટિ અને નિઃશ્વાસથી વિશ્વની અસર કરનારા સુશ્રુતક્ત દિવ્ય સર્પો તો હાલમાં નથી, પણ સર્ષની દાઢમાં વિષ હોય છે એ પ્રાચીનેને ખબર હતી. હાલના વૈજ્ઞાનિક ઘેરણ ઉપર નહિ પણ સનું કાંઈક વર્ગીકરણ કરીને આયુર્વેદાચાર્યોએ વર્ણન કર્યું છે. પછી સર્પના ઝેરની અસરનું પણ સુકૃતમાં વર્ણન છે. સર્પવિર્ષની ચિકિત્સામાં દેશની ઉપર મંત્રેલ પાટો બાંધ, પછી દેશને કાપીને બાળ, કાપી નાખવો કે ચૂસ, અને પછી શિરાવેધથી લેહી કાઢવું એ સામાન્ય ક્રિયા અને પછી મન્નથી ઉતારો તથા
ઔષધના અગદ પાવા એટલી મુખ્ય ચિકિત્સા છે. વીંછીની ચિકિત્સા સર્પ પેઠે કરવાનું સુશ્રત ( ક. અ. ૮ )માં કહ્યું છે અને હાલમાં પણ બેયમાં દંશથી ઊંચે પાટા બાંધી મંત્રોપચારને પ્રચાર છે. પણ કાળા નાગ (કાવ્યો)નું ઝેર પૂરું દંશમાં ઊતર્યું હોય તે એ ઊતર્યાના દાખલા દુર્લભ છે. એ જ રીતે આયુર્વેદમાં ગમે તેવા ઝેરને દૂર કરનાર ઔષધે લખ્યાં છે. અને આયુર્વેદ બહારનાં પણ ઘણું લેકમાં વપરાય છે, પણ પ્રગથી શાસ્ત્રીય પરીક્ષા કરતાં ઝેર ઉતારનાર કેઈ ઔષધ ડો. મહસકરને મળ્યું નથી.
સુશ્રુતમાં સર્પ, વીંછી ઉપરાંત જે ઝેરી જનાવરના ઝેરનું વર્ણન છે તેમાં ઉંદરના ઝેરનું વર્ણન ખાસ છે. હાલમાં પણ કેટલીક વાર ઉંદર કરડવાથી તાવ વગેરે ઝેરી લક્ષણો થતાં દેખાય છે. ચિકિત્સામાં ડાંભ, લેહી કાઢવું અને ઔષધીય લેપ એ મુખ્ય
૧. જુઓ મૈસૂરના ૨૧ મા નિ. ભા. વૈદ્ય સંમેલન આગળ ડૉ. મહાસકાર વાંચેલે વંશે પ્રયુગનાના મારતવર્ષીય વનસ્પતયઃ નામને નિબંધ તથા તે ઉપરથી શ્રી. બા. ગ. વૈદ્ય લખેલો જારદgોવિ વીવતિ નામનો “આયુર્વેદ વિજ્ઞાન', પુ. ૧૪, ૫. ૧૭ માં છપાયેલો લેખ.