________________
આયુર્વેદની સ ંહિતાઓ
[ ૧૪૭
ચરક–સુશ્રુતમાં સુવાવડીને રાખવા માટે જે મકાન ( સૂતિકાગાર )નું વર્ણન કર્યું છે, તેમાં હવા, પ્રકાશ, કામળ વસ્રા અને સુવાવડીનાં સુખસગવડના એવા સારા વિચાર કરેલા છે કે સુવાવડીની હાલની સ્થિતિ લેકમાં અજ્ઞાન અને દરિદ્રતા વધ્યા પછી ઉત્પન્ન થઈ હરી એમ લાગે છે. અલબત્ત, ગૃહ્યસૂત્રને અનુસરતી ધાર્મિક વિધિ—સ્વસ્તિવાચનાદિની વાત પણ ચરક-સુશ્રુતમાં છે જ.
સુવાવડ માટે ભાગે કુદરતી રીતે કોઈ પણ જાતની અડચણુ વગર આવતી હોવા છતાં હમેશાં એવું નથી બનતું. કવચિત્ ગર્ભને બહાર નીકળવામાં મુશ્કેલી આવે છે. આ સ્થિતિ (Difficult labour and Abnormal presentions ) આયુર્વેદમાં મૂઢગ કહેલ છે. મૂઢગર્ભના સુશ્રુતે આઠ પ્રકારા વણું વ્યા છે ( સુ. નિ. અ. ૮ તથા ચિ. અ. ૧૫), જેમાં આડું આવવાના હાલમાં જાણવામાં આવેલા ઘણા પ્રકારો આવી જાય છે. ૧ વળી, આ મુશ્કેલીઓમાં મંત્રા અને ઔષધે નિષ્ફળ જતાં હાથથી ગર્ભને ફેરવીને કરવાની ક્રિયાઓ કહી છે તે પ સયુક્તિક છે. અને છેવટ યાનિની સ્થિતિ કે ગર્ભનું શરીર એવું હાય કે ગર્ભ બહાર ન જ નીકળી શકે અથવા ગર્ભ મરી ગયા હોય તેા ગર્ભને કાપીને કાઢવાનું વિધાન પણ સુશ્રુતમાં છે. બનતાં સુધી જીવતા ગર્ભને શસ્ત્રથી ન કાપવા એવા સુશ્રુતના આગ્રહ છે. માના પેટને ચીરીને પણ જીવતા ગર્ભને કાઢી લેવાનું સુશ્રુતમાં કથન છે, પણ એ વચનના શબ્વે જરા સંદિગ્ધ છે.૨
4
૧, આ વિષયની સવિસ્તર ચર્ચા માટેનુ એકેન્દ્રનાથ શ્વેષા મૂઢગ અને ચિકિત્સા ’ નામના કલકત્તાની બીજી એરિયેન્ટલ કૉન્ફરન્સ આગળ વાંચેલેા નિબન્ધ અને તેના આયુર્વેદ વિજ્ઞાન’, પુ. ૧૧, અં. ૪-૫ માં છપાયેલા અનુવાદ,
ર. જીએ સુશ્રુત નિ. અ, ૮, શ્ર્લા, ૧૪. આ ક્ષેાકમાં મરેલી માતા ઉપર શસ્રકર્મ કરવાનું કહ્યું છે કે જીવતી માતા ઉપર, એ પ્રશ્ન છે. ( જીએ સુશ્રુતનું કુંજલાલ ભિષગ્રતનું અગ્રેજી ભાષાન્તર, ઉપલા બ્લેક ઉપર ટીપ.)