________________
આયુર્વેદની સંહિતાઓ,
[ ૧૪૫ ભૂતવિદ્યા–ભૂતવિદ્યા ખરી રીતે વેદકાળથી આ દેશમાં ચાલતી હતી અને હાલમાં જેમ ગામડાંમાં ભૂત, પ્રેત, જિન વગેરેના વળગાડના વહેમે છે, તેમ જૂના કાળમાં પણ આ દેશમાં હતા. પણ વૈદ્યોએ તો એને રેગ તરીકે જોયા છે. વળી વાઈ ઘેલછા જેવા માનસરોગોનાં નિદાન-ચિકિત્સાને પણ ભૂતવિદ્યામાં સમાવેશ કર્યો છે. વળગાડના નિદાનમાં આઠ પ્રકારના પ્રહ ગણ્યા. છે અને તેની ચિકિત્સામાં જપ, હેમ વગેરે ધાર્મિક ક્રિયાઓની સૂચના કરી છે. બાકી, વાઈ અને ઘેલછામાં તે નિદાન અને ચિકિત્સા બેય સામાન્ય વૈદ્યક સિદ્ધાન્તાનુસાર કહેલ છે. જે
કૌમારભૂત્ય-કૌમારભૂત્ય શબ્દનો અર્થ બાળકના ઉછેરની વિદ્યા એવો થાય, પણ બાળકોના રોગોને પ્રાચીનએ કૌમારમૃત્યમાં જ સમાવેશ કર્યો છે. અને સુશ્રુતે બાળકને થતા ઘણું રેગેને બાલગ્રહની પીડાઓ ગણી છે.૩ આ એ વખતની પ્રચલિત માન્યતાનું સૂચક છે. બાકી જુદાજુદા ગ્રહોની પીડાનાં જે લક્ષણો આપ્યાં છે તે તે મેટે ભાગે રંગોનાં સૂચક છે. વળી, એના ઉપાય તરીકે હોમ, મંત્ર, પાઠ, સરસિયા તેલને દીવો કર વગેરે ટુચકા લખ્યા છે, પણ દવાઓ બતાવી છે. વળી મોટાં માણસને થતા. જે વરાદિ રોગ બાળકોને થાય તેને જુદા નેધવાની જરૂર ચરક–સુશ્રુતે નહિ ગણું હેય; જેકે કાશ્યપ સંહિતામાં એવા રોગોની ચિકિત્સા લખી જ છે. અજગલિકા, મસૂરિકા ( શીતળા) જેવા બાળકેને થતા રોગોને ક્ષુદ્ર રોગમાં સુશ્રુતે ગયા છે. આ ઉપરાંત
૧. જુઓ સુશ્રત ઉત્તરસ્થાનને અમાનુષેપસર્ગ પ્રતિષેધ નામના ૬૦મો અધ્યાય,
૨, જુઓ સુકૃત ઉત્તરસ્થાનના ૬૧ અને ૬૨ અધ્યાય તથા ચરક ચિ. સ્થાનના ૯ અને ૧૦ અધ્યાયે,
૩-૪.. જુઓ સુકૃત ઉઆ ૨૭ થી ૩૭. ૫. સુકૃત ચિ. અ. ૧૩.