________________
૧૪૪ ]
આયુર્વેદના ઇતિહાસ
માથાના અગ્યાર રોગા ગણ્યા નાંખવાં, સેક કરવા, આંખ,
કાનના અઠ્ઠાવીશ, નાકના એકત્રીશ અને છે. આંખ વગેરેના રોગા ઉપર ટીપાં કાન વગેરે ધાવાં, આંખમાં વા આંજવી, કાનમાં તેલ નાંખવું,૧ શિરાવિરેચન વગેરે ઉપચારો ઉપરાંત અનેક જાતનાં શસ્ત્રમાં કરવાનું પણ સુશ્રુતે કહ્યું છે.
દા. ત. અ` રોગ ( Pterygeum ) ઉપર છેદનને ઉપદેશ સુશ્રુતે ( ઉ. અ. ૧૫, શ્લા. ૫ થી ૯) સરસ આપ્યા છે. આ શસ્ત્ર હાલના દાક્તરી શસ્ત્રકને મળતું છે એમ કવિરાજ ગણનાથ સેન કહે છે.ર આંખના મેાતિયાની શસ્ત્રક્રિયા, જેને હાલમાં ( Couching ) કહે છે, તે વર્ણવવામાં આવી છે અને હાલમાં પણ કાઈ કાઈ એ ક્રિયા કરે છે.
શાલાયત ંત્રના વિષયમાં આંખ ઉપરાંત દાંતના રોગ વિશે એ શબ્દો કહેવાના છે. જોકે સુશ્રુતે શાલાકયતંત્રમાં મેઢાના રોગાને ગણ્યા છે, છતાં એ રાગેાનાં ચિકિત્સાદિ ઉત્તરસ્થાનમાં આંખ વગેરેના રોગા સાથે નથી કહ્યાં, પણ નિદાન અને ચિકિત્સાસ્થાનમાં કર્યાં છે, અને દાંતના રાગાની ચિકિત્સાનું ચિ. સ્થાન અ. ૨૨ માં વર્ણન કરતાં દાંત કાઢી નાખવાની, દંતમાંસના રાગામાં છેદનની, દંતશર્કરાના ઉદ્દરણુ(removal of the tarter )ની ક્રિયા વગેરે આધુનિક દંતવૈદ્યકની ઘણી ક્રિયાએ કહેલી છે. ડૉ. જમશેદજી જીવણુજી માદી કૃત્રિમ દાંતાની ગાઠવણની વાત પણ છે એમ કહે છે,૪ પણ મને તેા એ મળતી નથી.
૧. આ ટીપાં તેલ વગેરે ઔષધેાથી સિદ્ધ કરેલાં સમજવાં, સુશ્રુત ઉ. અ. ૮, ક્ષેા. ૪, ૫.
૨, જીએ જયન્તી ગ્રન્થ, પૃ. ૭૫.
૩, સુશ્રુત ઉ. અ. ૧૭, àા. ૫૭ થી ૬૧.
૪. જીએ Journal of B, B. R. A. S. 1926, Vol. 2, No
1 માં છપાયેલાં Is Ayurved a Quackery ? નામના ડો, મેાદીના લેખ તથા તેને · આયુર્વેદ વિજ્ઞાન ', પુ. ૧૦, પૃ. ૧૧૦માં છપાયેલેા અનુવાદ.