________________
આયુર્વેદની સંહિતાઓ
[૧૫. જ્ઞાન હતું એ એક્કસ કહેવું મુશ્કેલ છે. સુશ્રુતમાં મૃત શરીરને તપાસવાની જે રીતે કહી છે તે રીતે શરીરનાં હાડકાં જેવા કઠણ અને સડે નહિ તેવા ભાગે જ જોઈ શકાય એમ પણ કેટલાક વિદ્વાનો કહે છે.
જે કે પ્રાચીન વૈદ્યોએ સેડવ્યા સિવાય ચીરીને મૃત શરીર નહિ જોયું હોય એમ નથી કહી શકાતું, છતાં જે મળે છે તેમાં હાડકાંઓનું વર્ણન છે તથા લીહા, યકૃત, આંતરડાં, મૂત્રાશય વગેરે અંદરના મોટા અવયવોનાં નામ સ્પષ્ટ નોંધ્યાં છે, પણ એ અવયવોનું વિશેષ વર્ણન નથી. સૂક્ષ્મદર્શયમંત્રની મદદ જ્યારે નહોતી તથા આજની શબચછેદની ધીમે ધીમે દરેક ચીજ નરી આંખે બારીક રીતે જોવાની રીત પણ જૂના વખતમાં હેવાનો સંભવ નથી, ત્યારે શરીરના પ્રત્યેક ભાગનું વીગતવાર જ્ઞાન હોવાને પણ સંભવ નથી; પણ જે વ્યવહારુ જ્ઞાન હશે તેમાં મોટો ભાગ પણ ગુરુ તરફથી શિષ્યોને મઢે ઉપદેશાતે હશે અને જે વર્ણન ગ્રન્થમાં લખાતું હશે તેમાં પણ પાછળથી વૈદ્યોમાંથી શરીરના અંદરના ભાગોને પ્રત્યક્ષ જોવાની રીત નીકળી જતાં ઘણો ગોટાળો થઈ ગયું હોય એમ લાગે છે. કેટલુંક વર્ણન સમૂળગું ગ્રન્થમાંથી ઊઠી ગયું, કેટલાક વર્ણનમાં પાઠફેર થવાથી પ્રત્યક્ષ વિરેાધ ઉત્પન્ન થઈ ગયો કેટલાક શારીરશબ્દ ગ્રન્થમાં રહી ગયા પણ એ કયા અવયવના વાચક છે તે ભૂલી જવાયુ અને કેટલાક એક કરતાં વધારે અર્થમાં
૧. જુઓ “આયુર્વેદ વિજ્ઞાન,” પુ. ૧૮, અં. ૪ માં “પ્રાચીન આયુર્વેદમાં હૃદય” નામનો લેખ.
૨. આયુર્વેદના શારીરમાં કેટલે ગેટાળે થઈ ગયો છે એના દાખલાઓ માટે જુઓ “પ્રત્યક્ષશારીરને ઉપદ્દઘાત, પૃ. ૬૪ થી ૭૪.
૩. જુઓ વૈદ્યોમાં ચાલેલી કામ ચર્ચા, છેલ્લે લેખ, “આયુર્વેદ વિજ્ઞાન, પુ. ૧૮, પૃ. ૨૮૩ થી આગળ.