________________
આયુર્વેદની સંહિતાઓ
| [ ૧૭ છતાં સંહિતાઓમાં જે શારીરજ્ઞાન છે તે વૈદ્યક ઉપયોગ માટે જ મેળવાયેલું છે. વૈદિક ગ્રન્થો કરતાં સંહિતાઓમાં શારીરજ્ઞાન વધારે છે, તેમાં પણ ચરક કરતાં સુકૃતમાં શારીરની ઘણી વિગતો વધારે છે તથા લખાણ વધારે વ્યવસ્થિત છે. વળી, શારીર ભાગનું સુશ્રુતનું વગર કારણું વધારે વૈજ્ઞાનિક છે.
સંહિતાકાલીન શારીરસાન ચરક અને સુકૃતનાં શારીરસ્થાનમાં મુખ્યત્વે જળવાઈ રહ્યું છે. આયુર્વેદના પછીના ઈતિહાસમાં શારીરજ્ઞાનને કશે વિકાસ થયો નથી; એટલું જ નહિ, પણ ખેદને વિષય છે કે શારીરનો પ્રત્યક્ષ પરિચય નીકળી ગયું છે. કેવળ શારીર ઉપર લખાયેલ તે ભાસ્કરભટ્ટે રચેલે શારીરપદ્મિની નામને હર્નલના કહેવા પ્રમાણે ઈ. સ. ૧૦૦૦ માં રચાયેલ એક જ ગ્રન્ય જાણવામાં આવ્યું છે. આ ગ્રન્થ સુશ્રુતને અસ્થિગણનામાં અનુસરે છે એમ હર્નલ કહે છે. બીજા બે શ્રીમુખકૃત શારીરશાસ્ત્ર અને શારીર વૈદ્યકનાં નામ ફેટના કટલેગસ કેટલોગમમાંથી કવિરાજ ગણનાથ સેને ઉતાર્યા છે. ૨
શારીરકિયાવિજ્ઞાન ( Physiology )–આયુર્વેદના ગ્રન્થમાં જે જે શરીર અવયવોનાં નામ છે તે સર્વની ક્રિયાનું વર્ણન નથી મળતું, છતાં શારીરક્રિયાવિજ્ઞાન આયુર્વેદમાં બિલકુલ નથી એમ નથી. આયુર્વેદે ત્રિદોષવાદમાં ઘણું શારીરક્રિયાવિજ્ઞાનનો સમાવેશ કર્યો છે. વળી, પાચનક્રિયાનું પણું વર્ણન છે અને રસ, રક્ત, માંસ, મેદ, મજજા અને અસ્થિ એ સાત ધાતુઓ માનીને તેમનાં ઉત્પતિ તથા પિષણને આયુર્વેદમાં વિચાર
૧. જુઓ “આયુર્વેદીય શારીરમ્’ નામની મુંબઈ પ્રાતીય આ, સં. મંડળ તરફથી ૧૯૩૨ માં છપાયેલી પુસ્તિકા અને સ્ટડીઝ ઇન ધી મેડિસિન ઓફ એશ્યન્ટ ઇંડિયા', પૃ. ૧૭,
૨. “પ્રત્યક્ષશારીરને ઉપોદઘાત, ૫, ૬૨. ' ૩, જુઓ ચરક સૂ. અ. ૨૮ તથા શારીરસ્થાન અ, ૬ અને કિ, સ્થાન - અ. ૧૫ તેમ જ સુશ્રત સૂ. અ. ૪૬,