________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૩૯
આવી બધી વિશેષતાઓ અહીં નોંધી શકાય નહિ, પણ પચકા ઉલ્લેખ કર્યા વગર નહિ ચાલે. આયુર્વેદાચાર્યાએ સ્નેહ, સ્વેદ, વમન, વિરેચન અને બસ્તિ એ પાંચને ઉપચારનાં માર્યા કર્યાં ગણ્યાં છે. આ કર્માં કયા કયા રાગમાં ખાસ ફાયદો કરે છે, એ કઞા વિધિ, એના ભે, એના અતિયેાગ અથવા હીનયેાગની વ્યાપત્તિમા તથા તેના ઉપચારો વગેરે અનેક ખાખાના સવિસ્તર વિચાર આયુર્વેદે કર્યાં છે. સામાન્ય રીતે વિરેચન (જીલાખ), વમન અને અસ્તિ (એનીમા ના પાશ્ચાત્ય વૈદ્યકમાં તથા દેશી વૈદ્યકમાં ઉપયોગ થાય છે, પણ આયુર્વેદીક્ત વમન, વિરેચન, બસ્તિમાં એથી ધણું વધારે છે, અને પચકમમાંથી સ્નેહ, સ્વેદ જેવી કેટલીક ક્રિયાઓ જૂની રીતે મલખારમાં હજી થાય છે. આયુર્વેદીક્ત પૉંચક'ની તથા ખીજાં કેટલાંક ચિકિત્સાકર્માંની વિશાળ શકયતા નવા અન્વેષકાની અન્વેષણુશક્તિની રાહ જુએ છે.
શયત ત્ર—શસ્રથિકિત્સા ( Surgery : Major & Minor )—શયતંત્રના અનેક ગ્રન્થા પહેલાં હતા એ ઉપર જોયું છે, પશુ અત્યારે તેા સુશ્રુતના સૂત્રસ્થાનમાં અને ચિકિત્સાસ્થાનમાં જે જળવાઈ રહ્યું છે તે જ આપણી પાસે છે.
શસ્ત્રચિકિત્સાને અંગે પહેલા વિચાર એમાં ઉપયાગી થયારાને આવે છે. દેશી વૈદ્યકમાં જૂના વખતમાં જે શસ્ત્રચિકિત્સા હાય તા એમાં ઉપયાગનાં હથિયારા પણ હાવાં જોઈ એ. હવે જોકે જૂની શેાધખાળમાં કાઈ સ્થળેથી શસ્ત્રવઘોનાં હથિયાર મળી આવ્યાં નથી, પણ સુશ્રુતમાં એનું જે વર્ણન છે તે એટલું સ્પષ્ટ અને સૂચક છે કે એ બધાં હથિયારા એક કાળે વપરાતાં હશે એ ચાસ છે.
૧. જુઓ ચરક સૂ. અ, ૧૩ થી ૧૬ તથા આખું કલ્પસ્થાન તેમ જ સુશ્રુત ચિકિત્સાસ્થાન, અ. ૩૧ થી ૩૭.