________________
૧૩૮ ]
આયુર્વેદને ઈતિહાસ દેખાતા જ નથી, જ્યારે કેટલાક નવા રેગે જોવામાં આવે છે. આટલા લાંબા કાળને અંતરે આવો ફેરફાર સ્વાભાવિક છે. પણ આયુર્વેદાચાર્યોએ નિદાનચિકિત્સાની એવી પદ્ધતિ ગોઠવી હતી કે નવા રોગોની ચિકિત્સા કરવામાં વૈદ્ય મૂંઝાય નહિ.
જુદા જુદા રંગે ઉપર ફાયદાકારક ઔષધો અને યોગ્ય બનાવટનો ઉપાય શોધી કાઢવા સાથે આચાર્યોએ પથ્યાપથ્ય અને લંઘનાદિ ઉપચાર પદ્ધતિઓ શોધી કાઢી છે. પથ્યાપથ્યના જ્ઞાન અર્થે આહારમાં વપરાતાં દ્રવ્યોના તથા ખોરાકની જુદી જુદી બનાવટોના ગુણ આચાર્યોએ વિસ્તારથી વર્ણવ્યા છે. આ સામાન્ય ઉપદેશ સાથે કેટલાક રોગો ઉપર તો અજબ શોધ કરી છે. દાખલા તરીકે, એક વખતના સર્જન જનરલ સર પાડેલ્યુકસે એક પ્રસંગે કહેલું તેમ “વિડાલ (Widal) અને જાવાલ( Gaval )ના જર્મનીમાં થયેલા પ્રયોગોને પરિણામે ઉદરરોગ( Dropsy )માં મીઠા વગરને ખોરાક આપવો એ હવે દાક્તરીમાં આવશ્યક ગણાય છે, પણ આ વસ્તુ પૂર્વમાં હજારે વર્ષથી જાણવામાં હતી.” અને ખરેખર ચરકે ઉદર ચિકિત્સિત( . ૧૦૦,૧૦૧ )માં મીઠાવાળા અન્નની તથા પાણીની ના પાડી છે અને દૂધના પ્રયોગની ચરક-સુતે ઉદરમાં ખાસ ભલામણ કરી છે.૪ હાલના વૈદ્યો દૂધ ઉપર રાખવાને પ્રગ કરાવે છે એ પ્રસિદ્ધ છે. આયુર્વેદિક કાયચિકિત્સાની
૧. જુઓ ચરક સૂ. અ. ૫ અને અ. ૨૬, ૨૭, ૨૮ તથા સુકૃત સૂ. અ. ૪૧,
૨. જુઓ નિ, ભા. વેદસંમેલનની સાતમી બેઠકના સભાપતિના વ્યાખ્યાનમાં સર પાર્ટીટ્યુકીસે ઈંદરની કિંગ એડવર્ડ મેડિકલ સફૂલ સાથેની લેટરી અને લાયબ્રેરી ખુલ્લી મુકતાં કરેલા ભાષણમાંથી ઉતારી. (રજતજયન્તી ગ્રન્થ, ભા. ૧ )
૩. વળી જુઓ સુશ્રુત ચિ. અ. ૨૩-૧૦. ૪. ચરક ચિ. અ. ૧૩, . ૭૧.