________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૩૭ જ્ઞાનેન્દ્રિયથી કરવી એમ ચરક કહે છે, ત્યારે સુશ્રુત કહે છે કે
દર્શન, સ્પર્શ અને પ્રશ્ન એ ત્રણ વડે રેગની પરીક્ષા કરવી એમ કેટલાક કહે છે તે ખોટું છે. ખરી રીતે કાન વગેરે પાંચે ઇન્દ્રિયેથી તથા પ્રશ્નથી પરીક્ષા કરવી.”૨ અલબત્ત, હાલમાં ત્રાદિ ઇન્દ્રિયની મદદમાં સ્ટેથેસ્કોપ, થર્મોમીટર વગેરે સાધનો વપરાય છે એ ત્યારે ન હતાં, પણ જ્ઞાનેન્દ્રિયે વડે તથા અનુમાનશક્તિ વડે થઈ શકે એટલી પરીક્ષા જરૂર કરવામાં આવતી. અલબત્ત, આ રીતે પિતાની જ્ઞાનેન્દ્રિય અને બુદ્ધિ વડે કરવામાં આવતી પરીક્ષામાં પર્કરણ અને તીર્ણ બુદ્ધિશાળી ઘણો ઊંડે ઊતરી શકે, જ્યારે મંદશક્તિવાળાની પરીક્ષા ઉપરછલ્લી અને કેટલીક વાર ભૂલભરેલી બનવાનો સંભવ છે. થર્મોમીટર જે રીતે ગમે તેને હાથે મુકાય પણ એકસરખું જ્ઞાન આપે તેમ સ્પશેન્દ્રિયથી ન બને એ દેખીતું છે. નવા જમાનામાં પરીક્ષાની સાધનને ભારે વિકાસ થયો છે.
ચિકિત્સા – કાયચિકિત્સાના નિદાનવિભાગની વાત ઉપર થઈ ગઈ. ચિકિત્સાનો વિચાર કરતાં પહેલાં જ કહેવું જોઈએ કે પ્રાચીન આચાર્યોએ કાયચિકિત્સાશાસ્ત્ર( Medicine)ને ઘણે વિકાસ કર્યો હતો અને અત્યારે પણ વૈદ્યોના જીવનને આધાર કાયચિકિત્સા જ છે. આ દેશમાં સાધારણ રીતે થતા તાવ, ઝાડા, ભરડે, ક્ષય, પાંડુરોગ, ઉધરસ, દમ વગેરે ઘણું રે ઉપર અસરકારક ઔષધના બહોળા અનુભવથી ગોઠવેલા યોગો દ્વારા ચિકિત્સાપદ્ધતિ ચરકના ચિકિત્સાસ્થાનમાં અને સુશ્રુતનાં ચિકિત્સા તથા ઉત્તરસ્થાનમાં કહી છે; પ્રાચીનએ કહેલા ઘણુંખરા રે અત્યારે ઓળખી શકાય છે. અલબત્ત, કઈ કઈ વર્ણન અપૂર્ણ હોવાના કારણે કે બીજા કારણે સંદિગ્ધ કટિમાં પડી ગયા છે. કેઈક અત્યારે
૧. ચરક વિમાન, અ. ૪, ૨. સુશ્રુત સૂ. અ. ૧૦-૪.