________________
આયુર્વેદની સહિતાઆ
[ ૧૩૫
આમાંથી હેતુ અને લિંગ અથવા લક્ષણાના સમાવેશ રાગના નિદાનમાં થઈ જાય છે. આયુર્વેદાચાર્યાની રાગકારણ વિશે સામાન્ય રીતે એવી કલ્પના છે કે રાગેાના સહેજ, ગર્ભાવસ્થામાંથી આવેલા, બહારના આધાતથી થયેલા, પેાતાના મિથ્યા આહારવિહારથી ઉત્પન્ન થયેલા, ઋતુ વગેરે કાળના ફેરફારથી થયેલા, આગન્તુક અને સ્વભાવજન્યૂ એ રીતે સાત પ્રકાર છે. વળી, આચાર્યાંએ શારીર અને માનસ એય જાતના રાગેા માન્યા છે. રજોગુણ અને તમેગુણુ માનસરોગના હેતુ છે, ત્યારે વિકૃત થયેલા વાત, પિત્ત અને કફ્ શારીર રોગોનું કારણ છે.૨ આ ત્રણ દેષા વિકૃત ચવાનાં કારણે ગ્રન્થકારાએ વિસ્તારથી આપ્યાં છે, જોકે ટૂંકામાં સ કારણેાના કાળ, બુદ્ધિ અને ઇન્દ્રિયાર્થાના હીન, મિથ્યા અને અતિયાગમાં સમાવેશ કર્યાં છે.૪
જેમ શારીરક્રિયાઓના આયુર્વેદાચાર્યાએ વિદ્યાષવાદમાં સમાવેશ કર્યાં છે તેમ એ જ ત્રણ ાષાની વિકૃતિના સંચય, પ્રક્રેાપ, પ્રસર અને સ્થાનસત્રય થઈ તે રાગેાનાં લક્ષણા દેખાય છે એવું માનીને રાગવિજ્ઞાન(Pathology)ના પણ એમાં જ સમાવેશ કર્યાં છે.
પણુ અહીં હાલમાં પાશ્ચાત્ય વૈદ્યકમાં અનેક રાગેાના કારણરૂપે મનાતા સૂક્ષ્મ જન્તુકારણુવાદ વિશે આયુર્વેદમાં શું છે એ પ્રશ્ન ઊઠવાના સંભવ છે. શરીરમાંથી ઝાડા વાટે જે કૃમિ નીકળે છે તેની કાંઈક ખબર તેા વૈદિક વૈદ્યને પણુ હતી અને આયુર્વેદને
૧. જુઓ સુશ્રુત સૂ. અ. ૨૪ તથા છઠ્ઠા નિ, ભા, વૈશ્વસમેલનના સભાપતિનું ભાષણ, રજતજયન્તી ગ્રન્થ, ભા, ૧, પૃ. ૧૧૬,
૨. ચરક સૂ. અ. ૧, શ્લા, ૫૭ અને સુશ્રુત સ્. અ, ૨૧, ૩. ચરક સૂ. અ. ૨૮ અને સુશ્રુત સૂ. અ. ૨૧. ૪. જીઓ ચરક સૂ. અ. ૧૦.