________________
૧૩૪ ]
આયુર્વે ના ઇતિહાસ
દ્રવ્યગુણશાસ્ત્રમાં ખનિજોના ઉપયાગ રસશાસ્ત્રના વિકાસને લીધે પાછળથી વધ્યા છે, તેમ જ ઔષધક્રિયાશાસ્ત્રની પણ પ્રગતિ થઈ છે.
સ્વસ્થવૃત્ત—આયુવેદનાં મુખ્ય પૂર્વાંગાની ચર્ચા ઉપર પ્રમાણે ટૂંકમાં કર્યા પછી હવે મુખ્ય અંગા તરફ વળીએ. આયુર્વેદ એટલે આયુષનું જ્ઞાન; અને આયુર્વેદાચાર્યાં જેનાથી આરેાગ્ય જળવાઈ રહે, માથુસ માંદુ ન પડી જાય એવા આહારવિહારના નિયમે આપવા અને પાતાનું કર્તવ્ય ગણે છે. આ સ્વસ્થવૃત્ત (Hygiene)શાસ્ત્રને આ જમાનામાં ધણા વિકાસ થયા છે. અને આયુર્વેદમાં જેને હાલમાં જાહેર આરેાગ્યશાસ્ત્ર ( Public Hygiene ) કહેવાય છે તેની બહુ ચર્ચા નથી, જોકે જાહેર આાગ્ય માટે આવશ્યક કેટલાક નિયમેા, દા. ત. રસ્તામાં ન થૂંકવું, મળત્યાગ નદીને કાંઠે ન કરવા વગેરેના સત્કૃત્તમાં સમાવેશ કર્યાં છે,॰ પણ વ્યક્તિગત આરાગ્યને આયુર્વેદે ઝીણા વિચાર ર્યાં છે. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠવાથી આરંભી શું શું કરવું એની દિનચર્યાં તેમ જ ઋતુચર્ચા અને સાન્ન રહેવા માટે શું ન કરવું એ સંબંધી નિયમા આયુર્વેદે આપ્યા છે, ૨ જેમાંના ધણા આધુનિક વિજ્ઞાનથી અપ્રતિકૂળ છે.
વળી, આયેાગ્ય માટે આવશ્યક ગણેલા સવૃત્તમાં સત્ય, બ્રહ્મચર્ય, મૈત્રી, કારુણ્ય વગેરે ઊંચામાં ઊંચા માનવગુણાને સમાવેશ કરીને આયુર્વેદાચાર્યાએ ઉચ્ચ નૈતિક દષ્ટિ દર્શાવી છે.
નિદાન-આયુર્વેદ ત્રિકન્ધ અથવા ત્રિસૂત્ર કહેવાય છે. આ ત્રણ કન્ય એટલે (૧) હેતુ, (ર) લિઙ્ગ અને (૩) ઔષધ.૩
૧. જુએ ચરક રૂ. અ. ૮ અને સુશ્રુત ચિ. અ. ૨૪,
૨. ચરક સૂ. અ, ૫, ૬, ૭ અને ૮ તથા સુશ્રુત સ્ અ. ૬ તથા ચિ. અ. ૨૪,
૩. જુઓ ચરક સૂ. અ. ૧, ક્ષેા. ૨૪.