________________
૧૩૬ ]
આયુર્વેદને ઈતિહાસ પણ છે, પરંતુ સૂક્ષ્મ અદશ્ય કૃમિઓ જેથી કુષ્ઠાદિ રોગ ઉત્પન્ન થાય છે તેનેયે ઉલ્લેખ મળે છે. વળી “ કુષ્ઠ, અમુક તાવ, ક્ષય, આંખને રોગ (નેત્રાભિષેન્દ) વગેરે રોગોને ચેપ લાગે છે” એ વાત પણ સુકૃતમાં સ્પષ્ટ કહી છે. પણ સૂક્ષ્મદર્શકયંત્ર વગરના એ જમાનામાં સૂક્ષ્મ જન્તુશાસ્ત્ર( Bacteriology )ની આધુનિક પ્રકારની ઉન્નતિ થવાને સંભવ જ નથી અને એ ઉન્નતિ સિવાય એને મહત્ત્વ મળવાને પણ સંભવ નથી. અલબત્ત, શરીરની સ્વાભાવિક પ્રતિષેધક શક્તિ( Immunity (૬ની મહત્તા મહર્ષિએ સમજ્યા હતા એમ માનવામાં વધે નથી. ચરકાચાર્યે આ દૃષ્ટિથી જ આહાર, નિદ્રા (જેમાં આરામને સમાવેશ થાય છે ) અને બ્રહ્મચર્ય એ ત્રણને શરીરના ઉપસ્તમ્ભ કહ્યા છે. એ યથાર્થ છે.
જેમ રોગનાં કારણેને આયુર્વેદાચાર્યોએ વિચાર કર્યો છે તેમ એનાં લક્ષણોને પણ ઘણે વિચાર કર્યો છે. ભિન્ન ભિન્ન રોગનાં વિશિષ્ટ લક્ષણોનું વર્ણન આચાર્યોએ નિદાન સ્થાનમાં, ચિકિત્સાસ્થાનમાં તથા સુશ્રુતના ઉત્તરસ્થાનમાં કરેલું છે. આયુર્વેદાચાર્યોના મત પ્રમાણે કોઈ રોગનું નામ ન મળે તો પણ પ્રકુપિત દેશનાં લક્ષણો જોઈને રોગને ઉપચાર થઈ શકે.
પરીક્ષા–રોગની પરીક્ષા પ્રત્યક્ષ, અનુમાન અને શાસ્ત્ર એ ત્રણથી કરવી એમ કહ્યા પછી પ્રત્યક્ષ પરીક્ષા જીભ સિવાય બાકીની
૧. સુકૃત, ઉત્તરતન્ન, અ. ૫૪. ૨. એજન, પ્લે ૧૫ થી ૨૦. ૩. સુકૃત નિદાન, અ. ૫, શ્લો. ૩૨, ૩૩. ૪. ગણનાથ સેન એને “વૈષ્ણવી શક્તિ કહે છે. ૫. ચરક સૂ. અ. ૧૧, . ૩૫.
૬. ચરક સૂ. અ. ૧૮, ક. ૪૪ થી ૪૭ અને સુકૃત સૂત્ર. અ. ૩૫, à, ૧૯,