________________
૧૩૦ ] .
આયુર્વેદને ઈતિહાસ કેટલાક વળી હૃદય શબ્દના (૧) રક્તાશય અને (૨) મગજ એવા બે અર્થ કરે છે, પણ મને હૃદય શબ્દને આ મગજ અર્થ પ્રાચીનએ માન્યો હોય એમ જણાતું નથી. બાકી, ભેલનું માથું અને તાળવું એ બેની વચ્ચે મન રહેલું છે એ વચન મગજમાં મન હોવાનું ઠીક સૂચક છે.
ત્રિદોષવાદ–ઉપર પ્રમાણે શારીરક્રિયાવિજ્ઞાન વિશે છૂટક સૂચને મળે છે, પણ એ વિષયમાં આયુર્વેદને સાચે આધાર તે ત્રિદોષવાદ છે. આયુર્વેદમાં સૃષ્ટિક્રમ અને પદાર્થનું વર્ગીકરણ ઉપનિષદે તથા સાંખ્ય-વૈશેષિકાદિ દર્શનેમાંથી ઊતરી આવેલ છે; જોકે આયુર્વેદે વીગતોમાં ઝીણું વધારાઘટાડા કર્યા છે.૩ પછી પ્રાચીન ઓપનિષદ ત્રિકરણ (છ. ઉ. ૬-૩) તથા સાંખ્યદર્શનના ત્રણ ગુણો સત્વ, રજ અને તમ તેમ જ “ચન્દ્ર, સૂર્ય અને વાયુથી જગતનું પ્રત્યક્ષ ધારણ થાય છે” એ દાખલ–એ બધા ઉપરથી આયુર્વેદાચાર્યોએ ત્રિદોષવાદ ઉપજાવ્ય લાગે છે (જુઓ સુકૃત સૂ. અ. ૨૪ તથા અ. ૨૧), પણ તેઓએ આધુનિક ભૌતિક વિજ્ઞાન (Physical Sciences ) તથા તેનાં અવલોકનો, પ્રયોગો વગેરેની મદદ વગર કેવળ સમર્થ પ્રતિભાના બળ વડે શારીરક્રિયાવિજ્ઞાન, ગવિજ્ઞાન અને ચિકિત્સા ત્રણેયને એ ત્રિદોષવાદના એક સૂત્રમાં ગૂંથી લીધાં છે અને એ કારણથી જ ત્રિદોષવાદ એ આયુર્વેદની એક વિશેષતા છે. વાત, પિત્ત, કફને આધુનિક વિજ્ઞાનની
૧, જુઓ “પ્રત્યક્ષશારીર, નાડીખંડ, પૃ. ૩, ટિ. ૪ તથા “આયુર્વેદ વિજ્ઞાન’ પુ૧૯, પૃ. ૨૩૬માં મી. ગેવર્ધન શર્મા છાંગાણુને “હૃદયવિચાર” નામને લેખ.
૨. જુઓ બેલસંહિતા, ચિ. અ. ૮.
૩. જુઓ “આયુર્વેદ વિજ્ઞાન”પુ, ૧૮, અં. ૯માં “ત્રિદોષવાદ અને કાશીની પરિષદ” નામને મારા લેખ તથા મારું “આયુર્વેદનાં દાર્શનિક તથા સર્વર સંબંધી પ્રકરણને અભ્યાસ.”