________________
૧૨૮],
આયુર્વેદને ઈતિહાસ કર્યો છે. એ ઉપરાંત અંદરના સ્ત્રાવો અને શરીરની અંદરની ક્રિયાથી શરીરને ઉપયોગી સારભાગનું શરીરમાં મળી જવું તથા મળભાગનું બહાર નીકળી જવું વગેરેને આયુર્વેદાચાર્યોને ઠીક ખ્યાલ હતો. શારીરક્રિયામાં મુખ્ય એવી રક્તસંવહનની ક્રિયાનું સંક્ષિપ્ત પણ સૂચક વર્ણન આયુર્વેદમાં મળે છે એમ આ દેશના વિદ્વાન વૈદ્યો માને છે, જોકે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાને શંકા કરે છે. ૩ આહારને રસ એ જ રક્તાદિ ધાતુઓનું મૂળ હેવાથી તથા “રસ જ લાલ રંગ ધારણ કરે છે ત્યારે રક્ત કહેવાય છે” (સુકૃત સૂ. અ. ૧૪) એવી આયુર્વેદની માન્યતા હેઈને રક્તસંવહનની વાત કરતાં “તે રસ હૃદયમાંથી વીસ ધમનીઓમાં પેસી આખા શરીરનું હમેશાં તર્પણ કરે છે. શરીરને અનુસરતા એ રસની ગતિ અનુમાનથી જાણવી '' ( સુશ્રુત સુ. અ. ૧૪). “હૃદયમાં રહેલી દશ સિરાઓ આખા શરીરમાં સર્વત્ર રસાત્મક એજને લઈ જાય છે” (વાગભટ શા. અ. ૬), “જને વહનારી હૃદયમાંથી નીકળેલી દશ ધમનીઓ શરીરમાં ચારે તરફ (જથી) પુરાય છે જે એજ વગર સર્વ પ્રાણીનું હૃદય ટકી શકતું નથી અને જે ગર્ભને સાર છે તે રસ (શરીરમાં) ફરતો ફરતે ફરીને હૃદયમાં પ્રવેશે છે” (ચરક સૂત્ર. અ. ૩૦ ના આરંભના દશ લેકે), “વિક્ષેપ જેનું કર્મ છે એવા વ્યાન વાયુથી રસધાતુ શરીરમાં સર્વ તરફ હંમેશાં વિશ્રાતિ વગર ફેંકાયા કરે છે” (ચરક ચિ. અ. ૧૫, શ્લે. ૩૬), “હૃદયમાંથી રસ નીકળે છે અને ચારે તરફ ફેલાઈને પાછા શિરાઓ દ્વારા હૃદયમાં આવે છે” (ભેલ સૂ. અ. ૨૧) વગેરે
૧, જુઓ સુકૃત , અ. ૧૪. ૨. જુઓ આગલા પૃષ્ઠની ટિપ્પણી ૩ ના ઉલ્લેખો.
૩. જુઓ જેલીનું “મેડિસિન પૃ. ૪૧ તથા “આયુર્વેદ વિજ્ઞાન પૃ. ૧૮, અં. ૩ અને પછીના અંકમાં પ્રગટ થયેલો રનેલ્ડ એફ. જી. મુલરને પ્રાચીન આયુર્વેદમાં હૃદય' નામને લેખ.