________________
૨૪] . .
આયુર્વેદને ઈતિહાસ " ગુરુ પાસે વિદ્યા ભણું લીધા પછી જાતે શિષ્યને ભણાવીને તથા તવિદ્યો સાથે સંભાષા–ચર્ચાઓ કરીને પોતાની વિદ્યા વધાર્યા કરવી એ ચરકને ઉપદેશ છે.
આયુર્વેદિક શારીર–વૈદ્યકનાં પૂર્વીગમાં શારીર મુખ્ય છે. સામાન્ય લોકોને–શિક્ષિતના મોટાભાગને પણ એવો મત છે કે દેશી વૈદ્યકમાં શારીર( Anatomy )નું જ્ઞાન નથી તથા શસ્ત્રક્રિયા (Surgery) નથી, પણ આ ભ્રમ છે. હાલના દાક્તરના શારીરજ્ઞાન સાથે પ્રાચીન વૈદ્યના શારીરજ્ઞાનને સરખાવી ન શકાય, પણ સંહિતાકાલીન વૈદ્યના ધ્યાનમાં શારીરજ્ઞાનની આવશ્યકતા પૂરે કરી હતી. ચરકાચાર્ય સ્પષ્ટ કહે છે કે “જેને આખા શરીરનું સંપૂર્ણ જ્ઞાન સર્વદા હોય તે જ લોકોને સુખ આપનાર આયુર્વેદને સંપૂર્ણ જાણે છે.” (ચરક શા. અ. ૬)
સુશ્રતમાં તે મૃત શરીરને પાણીમાં સડવીને પછી તેનાં બાહ્ય અને આત્યંતર સર્વ અંગેને જોવાનું વિધાન છે. અને “એક્સ જ્ઞાન મેળવવા ઈચ્છનાર શસ્ત્રકર્મ કરનારે મૃત શરીરને સારી રીતે શોધીને શરીરના અવયવો જોઈ લેવા જોઈએ. શરીર અને શાસ્ત્ર બેય જેણે જોયાં છે તે જાણકાર થાય છે અને પ્રત્યક્ષ દર્શન તથા શાસ્ત્રજ્ઞાન બેય મળીને સાચું જ્ઞાન વધે છે.” એ રીતે સુશ્રુતે શસ્ત્રકર્મ કરવા ઈચનારને ઉપદેશ આપે છે. કાયચિકિત્સકને શારીરનું વધારે સૂક્ષ્મ જ્ઞાન હોવું જોઈએ એ સ્વાભાવિક છે.
ઉપર પ્રમાણે શારીરનાનની આવશ્યકતા સંહિતાકાલીન વૈદ્યોના ધ્યાનમાં પૂરી હતી એ ચોક્કસ છે, પણ તેઓને શરીરનું કેટલું
૧. ચરક, વિમાનસ્થાન, અ. ૮. ૨. જુઓ સુકૃત, શારીર, અ. ૫.