________________
૧૨૨ ].
આયુર્વેદને ઈતિહાસ દક્ષિણે આવેલાં અમુક ગામે દાનમાં આપેલાં અને એ બે ગામોની આવકના ત્રણ ભાગ પાડી વિશ્વેશ્વરે એક ભાગ પ્રસૂતિશાળાના ખર્ચ માટે, એક આરોગ્યશાળા માટે અને એક સત્રશાળા માટે રાખ્યો હતો. આ પ્રસૂતિશાળા અને આરોગ્યશાળા વિશ્વેશ્વરે જ બંધાવ્યાં હેય કે તેના કોઈ પૂર્વાચાર્યોએ, પણ સ્થાનિક શૈવમંદિર સાથે એમને જોડી દેવામાં આવ્યાં હતાં.
ઉપર આયુર્વેદની ઇસ્પિતાલ વિશે જે ઐતિહાસિક પુરાવા ધ્યા છે તે ઉપરથી ચેખું દેખાય છે કે બ્રિટિશેએ આ દેશમાં આવીને આધુનિક ઢબની ઇસ્પિતાલ સ્થાપી તે પહેલાં એ પ્રકારને મળતી, દર્દીઓને એક સ્થળે રાખીને તેમની ચિકિત્સા કરવાની પદ્ધતિવાળી કેઈક જાતની સંસ્થાઓ આ દેશમાં હતી ખરી, પણ અશકે શરૂ કરેલી રાજાએ મનુષ્ય અને પશુ માટે ચિકિત્સાની વ્યવસ્થા કરવાની પ્રથા આગળ ચાલી નથી. દક્ષિણના જે બે દાખલા ઉપર ઉતાર્યા છે તેમાં મંદિરે સાથે આતુરાલય અને પ્રસૂતિશાળા હેવાની વાત છે. જોકે વધારે ઉલ્લેખો મળતા નથી, છતાં બીજાં પણ અનેક મન્દિરેમાં ધર્મશાળા તથા પાઠશાળા સાથે નાનીમેટી આતુરશાળાઓ હેવાને સંભવ છે, કારણ કે ધર્મશાસ્ત્રમાં મહાવૈદ્યયુક્ત આરોગ્યશાળા બંધાવવાનું મોટું પુણ્ય કહેલું છે. પણ ધર્મશાળાએ અને પાઠશાળાઓ આ દેશમાં જેટલી વ્યાપક હતી તેટલી આતુરશાળાઓ વ્યાપક નહતી એ ચોક્કસ છે.
સંહિતાકાલીન અધ્યયન-અધ્યાપન–સંહિતાકાળમાં આયુર્વેદની આધુનિક પદ્ધતિની પાઠશાળાઓ હોવાને તે સંભવ જ નથી. એ પ્રાચીન સમયમાં જે રીતે ગુરુ પાસે જઈને,
૧. જુઓ આયુર્વેદ વિજ્ઞાન” પુ. ૨૨, અં. ૪, ૫, ૨૪૨ ૨. જુઓ ચરક, વિમાનસ્થાન, અ. ૮ અને સુકૃત, સૂત્રસ્થાન, અ. ૨.