________________
આયુર્વેદની સહિતા
[૧૩
( વૈદ્યનું કુળ
ધણું કરી ગુરુને ઘેર જ કે તેમના આશ્રમમાં રહીને, ખીજી વિદ્યા ભણવામાં આવતી તે રીતે આયુર્વેદ પણ ભણવામાં આવતા. ચરકાચાર્ય કહે છે કે વૈદ્ય થવા ઈચ્છનારે પહેલાં કર્યુ શાસ્ત્ર ભણ્યું છે તેનેા નિણૅય કરવા. પછી આચાર્ય'ની પસંદગી કરવી અને પછી આચાર્યની દેવ પેઠે તથા પિતા પેઠે અપ્રમત્ત રીતે સેવા કરવી અને તેની પાસેથી સંપૂર્ણ શાસ્ત્ર જાણી લેવાના પ્રયત્ન કરવા. બીજી તરફ્થી ગુરુએ પહેલાં તેા શિષ્યની પરીક્ષા કરવી. બ્રાહ્મણુ, ક્ષત્રિય અને વૈશ્યમાંથી ગમે તેને તેનાં કુળ હાય તેની પહેલી પસંદગી ), વય, શીલ, શૌય, શૌય, ખળ, ખુદ્ધિ, સ્મૃતિ, સહનશક્તિ વગેરે જોઈ તે વૈદ્યે શિષ્યને ઉપનયન આપવું. એ માટેના વિધિમાં ધર્માંશાસ્ત્રને અનુસરી દેવ, બ્રાહ્મણુ અને વૈદ્યોનું પૂજન તથા હામની ક્રિયા કરવાનું સુશ્રુતે કહ્યું છે. પછી ભણવાના સમયમાં સત્યવ્રત, બ્રહ્મચર્ય અને ગુરુને અનુકૂળ વન રાખવાને આદેશ આપતાં ગુરુ કહે છે કે એથી ઊલટું વર્તન રાખીશ તેા તને અધમ થશે અને તારી વિદ્યા નિષ્ફળ જશે. અલબત્ત, ગુરુ જો શિષ્ય તરક ચેગ્ય રીતે ન વર્તે – વિદ્યા આપવામાં ચેારી રાખે, તેા એ પણ પાપભાગી થાય. છેવટે વિદ્યા ભણી લીધા પછી દ્વિજ, ગુરુ, દરિદ્ર, મિત્ર, સંન્યાસી, સાધુ, અનાથ વગેરેના ઔષધેાપચાર પેાતાનાં બાન્ધવા તે હાય તેમ ગણીને કરવા. શિકારી, પતિત અને પાપીની દવા ન કરવી, છતાં પ્રાણીને સુખ થાય એમ ઇચ્છવું. રાગીઓને આરેાગ્ય આપવા માટે સર્વાત્માથી પ્રયત્ન કરવા. જીવિત માટે પણ રાગીના દ્રોહ ન કરવા. આ ઉપરાંત વૈદ્ય હમેશાં દર્દી અને તેના કુટુંબ સાથે કેવી જાતના સંબંધ રાખવા એ બાબતમાં પરસ્ત્રી સાથે સંબંધ ન રાખવા વગેરે ઊંચા નૈતિક ઉપદેશ ચરકે આપ્યા છે.
અધ્યયનમાં ધ શાસ્ત્રને અનુસરી આઠમ, ચૌદશ, પૂનમ, અમાસ વગેરે દિવસામાં અનઘ્યાયનું વિધાન વૈદ્યકશાસ્ત્રમાં પણ છે.