________________
૧૩૬ ].
આયુર્વેદને ઈતિહાસ વૈદાને ડોળ કરનારને, ચરકાચાર્ય વેશધારી (છઘચર) વૈદ્ય ગણે છે. “જાતે સિદ્ધ નહિ પણ સિદ્ધ વૈદ્યની પાસે રહીને તેઓની ભલામણથી વૈદ્ય થઈ બેઠેલા બીજ સિદ્ધસાધિત વૈદ્યોને” પણ ચરક હલકા ગણે છે, પણ “પ્રયોગ, જ્ઞાન અને વિજ્ઞાનની સિદ્ધિથી સિદ્ધ થયેલા અને (દર્દીઓને) સુખ આપનારા,” જેને ચરક કવિતાભિસર (જીવનને જાળવનાર) નામ આપે છે, તેને જ એ સાચા વૈદ્ય ગણે છે.
વિદ્યનો આદર્શ—ચરક-સુશ્રુતની દષ્ટિમાં વૈદ્યને આદર્શ ઘણે ઊંચે છે. ચરકના કહેવા પ્રમાણે વધે ઔષધિઓને સંપૂર્ણ રીતે ઓળખવી જોઈએ. બીજી તરફથી જેના ઉપર ઔષધને ઉપયોગ કરવાનું છે તે શરીરને પણ સંપૂર્ણ પરિચય વૈદ્યને હોવો જોઈએ અને દર્દી ઉપર ઔષધને ઉપયોગ જાણવો જોઈએ. પણ આટલેથી પૂરું થતું નથી. પાછલા અલ્પ વિદ્યાવાળા જમાનામાં અભણ વૈદ્યો પિતાની કેઠાવિદ્યા ઉપર બહુ ભાર મૂકતા. અરે, શાસ્ત્રજ્ઞાનને એ જ્ઞાન વગરના છતાં પણ કમાણી કરતા કેટલાક આગલી પેઢીના વૈદ્યો લગભગ નિરર્થક ઠરાવતા. જ્યારે સરકાચાર્ય. કઠાવિદ્યા–પિતાની બુદ્ધિ–ને મહત્ત્વ જરૂર આપે છે, પણ એ સાથે જ કહે છે કે “પતાની બુદ્ધિ એ આંખ છે અને શાસ્ત્રાભ્યાસ વસ્તુને દેખાડનાર પ્રકાશ છે. આ બેયને સારી રીતે ઉપયોગ કરીને ચિકિત્સા કરનાર વૈદ્ય દેષપાત્ર નથી. વૈદ્ય ગુણસંપત્તિ માટે હમેશાં ખૂબ પ્રયત્ન કરે.”૫ અને આ શાસ્ત્રાભ્યાસમાં સાચા ગુરુ પાસેથી મેળવેલું વૈદ્યકનાં સર્વ અંગેનું શુદ્ધ જ્ઞાન મુખ્ય છે.
૧. ચરક, સૂર અ. ૧૧-૫૦. ૨. એજન, સૂ. અ. ૧૧, લે. પ થી ૫૩. ૩. એજન, સૂ. અ. ૧, સે. ૧૨૨. ૪. એજન, સે. ૧૨૨-૨૩. ૫. એજન, ર. અ. ૯, . ૨૪-૨૫.