________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૧૫ આ સંહિતાઓમાં શારીર, કાયચિકિત્સા, શલ્ય આદિ અંગેને લગતું જે જ્ઞાન મળે છે તે એક કે બેચાર વ્યક્તિઓની અન્વેષણશક્તિનું ફળ નથી, પણ પહેલાં જે પરંપરા આપી છે તેથી સુચિત થાય છે તેમ વૈદિક કાળના છેલ્લા ભાગના સમયથી આરંભી ચરક-સુશ્રતના પ્રતિસંસ્કારના કાળપયેતના અનેક સિકાઓ દરમિયાન થઈ ગયેલા અનેક સમર્થ અવેષની મહેનતનું એ ફળ છે. જોકે એ સૈકાઓ દરમિયાન થયેલા વિકાસને ઈતિહાસ આપણે ઉકેલી શકતા નથી, પણ ધીમે ધીમે વિકાસ થયો છે અને અત્યારે મળે છે તે એ વિકાસક્રમનું છેલ્લું પગથિયું છે એ ચોક્કસ છે. આ સંહિતાઓમાંના જુદા જુદા થરના વિશ્લેષણને પ્રયત્ન શક્ય નથી. બીજી તરફથી આ સંહિતાઓમાં કાયચિકિત્સા આદિ ભિન્ન ભિન્ન અંગે સંબંધી જેટલું જ્ઞાન ભર્યું છે તે બધું અહીં ઉતારવું તો શકય જ નથી, પરંતુ તેને સાર આપવાની જરૂર લાગતી નથી: કારણ કે આયુર્વેદના ગ્રન્થ સુલભ છે અને જિજ્ઞાસુ સહેલાઈથી જોઈ શકશે, એટલે એતિહાસિક મૂલ્યના કારણે નેધવા ગ્ય મને જે લાગ્યું તેને જ અહીં નિર્દેશ કર્યો છે.
સંહિતાકાલીન વૈદ્ય-વેદિક વૈદ્ય, ઉપર બતાવ્યું છે તેમ, ઔષધે અને મંત્રેલા જળ વડે રોગોની સાથે રાક્ષસને પણ નાશ કરનાર માંત્રિક વૈદ્ય હતા, પણ સંહિતાકાલીન વૈદ્ય એથી તદ્દન જુદે છે. સંહિતાકાળમાં પણ દેવવ્યાપાશ્રય વિદ્યક ચાલતું હતું, પણ એ કાર્ય કરનાર માંત્રિકે જુદા હતા. માંત્રિક અને વૈદ્ય એક જ એ સ્થિતિ ભૂતકાળની વસ્તુ બની ગઈ હતી, તેમ જ માત્ર ઔષધે પાસે રાખીને હવે વૈદ્ય થઈ શકાતું નહતું.
વૈદ્યમાં ઉપયોગી એવાં બસ્તિ આપવાની નળી વગેરે સાધને, વૈદ્યકનાં પોથાં અને ઔષધે એટલી સામગ્રી પાસે રાખનાર તથા
૧. જુઓ ઉપર, પૃ. ૨૨. ૨. ચરકસંહિતા, સૂ. અ. ૧૧-૫૪.