________________
૧૧૪]
આયુર્વેદને ઈતિહાસ અથવા અરબસ્તાનથી હિન્દુસ્તાનમાં આવ્યાં છે એમ જેલી કહે છે.૧ પછીના મુસ્લિમ કાળમાં તો ફારસી વૈદ્યક આયુર્વેદથી સ્વતંત્ર રીતે જ હિન્દુસ્તાનમાં રહ્યું છે.
બીજી બાજુથી અમ્બાસીદ ખલીફના અથવા કદાચ તેથીયે જૂના સસાની કાળમાં આયુર્વેદના ગ્રન્થનાં ફારસીમાં ભાષાન્તરે થયાં હતાં, પણ તે જળવાઈ રહ્યા નથી. વળી, તેનાં અરબી ભાષાંતરે થયાં હતાં, પણ ચરક અને સુશ્રુત સિવાય બીજા વૈદ્યક ગ્રન્થનાં નામ નક્કી થઈ શકતાં નથી. પણ રાઝી અને બીજા અરબી ગ્રન્થકારે પિતાની અનુક્રમણિકાઓમાં તથા ઉદાહરણ આપતાં કેટલીક વાર ભારતીય મૂળ હોવાનું સ્વીકારે છે. અબુ મસૂર(દશમી સદી)ના ઔષધશાસ્ત્રમાં ઘણી હિંદી દવાઓ છે. એ હકીમ વિદ્યા મેળવવા માટે હિંદુસ્તાનમાં આવ્યો હતો અને ઘણી વાર અજ્ઞાત ગ્રન્થોમાંથી ઉતારા કરે છે.
| ચરક-સુશ્રુતનું વૈદ્યક–ચરકસંહિતા અને સુશ્રુતસંહિતા એ ભેલ અને કાશ્યપની ખંડિત સંહિતાઓ સાથે ગણતાં આયુર્વેદના પ્રાચીનતમ આદ્યગ્રન્થ છે એટલું જ નહિ, પણ આ દેશના પ્રાચીન આર્યોએ વૈદ્યક વિદ્યામાં જે મૌલિક, સનાતન મૂલ્યવાળા અને એ વિષયની વિવિધ શાખાઓને પિતાના વર્તુળમાં સમાવી દેતા સિદ્ધાન્ત બાંધ્યા છે તથા વિચાર કર્યા છે તે સર્વને સંગ્રહ આ ગ્રંથમાં છે. આયુર્વેદિક વૈદ્યોનો એ ગ્રન્થ જ સાચો આધાર છે. વૈદ્યકનાં કેટલાંક અંગોમાં તે આ ગ્રન્થમાં જે મળે છે તેમાં ઉન્નતિની ટોચ આવી ગઈ છે અને પછીને ઇતિહાસ અવનતિને ઇતિહાસ છે.
- ૧ જાઓ રેલીનું મેડિસિન', પૃ. ૧૮. * ૨. લીના મેડિસિનમાંથી તિબેટ, બર્મા, સિલેન, અને ફારસીઅરબી વિષયક ઉપરનું વર્ણન ઉતાર્યું છે,