________________
૧૫૨ ].
આયુર્વેદને ઈતિહાસ જે ગ્રીસનું હાઇપોક્રેટીસના સંપ્રદાયનું શરીર હોય તે આયુર્વેદીય અને ટેલકુદની અસ્થિરણના ઘણું ભિન્ન છે. પણ ઈ. સ. પૂર્વે પહેલા શતકને કેસસ (Census) હાડકાંની વાત કરતાં પાદકૂર્ચાસ્થિ, પાણિકૂર્ચાસ્થિ વિશે કહે છે કે એમાં અનિશ્ચિત સંખ્યાનાં ઘણાં નાનાં હાડકાં હોય છે, પણ તે એક જેવાં લાગે છે. હવે ઘણાં નાનાં હાડકાં હેવાને મત સુશ્રતમાં મળે છે અને એક હાડકું હેવાને મત ચરકમાં મળે છે. વળી, હાથ અને પગની આંગળીઓમાં ૧૫ સાંધા હોવાની વાતમાં ગ્રીસનું શારીર ટેલમુદના તથા આયુર્વેદના શારીરને મળતું આવે છે.
બધું જોતાં તદ્વિદે કશું એક્કસ કહી શકતા નથી. ભારતમાં તથા ગ્રીસમાં વૈદક જ્ઞાનના સ્વતંત્ર વિકાસ તરફ વિદ્વાનેનું વિશેષ વલણ છે. છતાં ઉપર જે સામ્ય નેપ્યું છે તે જોતાં કાંઈક વિદ્યાવિનિમય બે દેશો વચ્ચે થયે હેય એ અસંભવિત નથી.
* તિબેટનું વૈદ્યક તિબેટ જેવા પિતાની પડોશના દેશ ઉપર આયુર્વેદ જેવા શાસ્ત્રની અસર જૂના કાળમાં જ થઈ હેય-–કદાચ ત્યાંના શાસ્ત્ર સાથે વિનિમય થયો હોય એ સ્વાભાવિક છે. પણ કેટલી અને કેવી રીતે અસર થઈ છે તે વિશે ઘણું થોડું નકકી થયું છે.
તિબેટમાં અજ્ઞાત સંસ્કૃત મૂળમાંથી ચાર તંત્રને અનુવાદ આઠમા શતકમાં થયો છે અને ત્યારપછી પણ અનેક વૈદ્યક સંસ્કૃત ગ્રન્થના તિબેટી અનુવાદ થયા છે. પરિણામે ટિબેટનું વૈદ્યક મટે ભાગે આયુર્વેદના આધારે ઊભું થયું છે. દા. ત. શરીરમાં નવ છિદ્રોને અને ૯૦૦ નાડીઓને ગણેલ છે. છે ! નિદાનમાં આયુર્વેદ ત્રિધાતુ સિદ્ધાંત માન્ય છે. દૂધ અને માછલાંના સાગથી કુબરિયાતથી થતા રોગ થવાની વાત પણ છે.
૧, જુઓ હર્નલ, પૃ. ૧૨૪.