________________
આયુર્વેદની સંહિતાઓ
[૧૧૧ એ ક્રિયાના પ્રચારને ટકે મળે છે. પણ આ બેમાંથી એકેય સંહિતામાં પશુના શરીરને ચીરીને જોવાની વાત નથી. મતલબ કે આયુર્વેદમાં માનવશરીરનાં અસ્થિઓને જે બહેળો પરિચય જેવામાં આવે છે તે મનુષ્ય શરીરને કાપીને મેળવેલ છે. હવે ગ્રીસ વિશે જોઈએ તે એલેકઝટ્રિયાના હિરેફીલસ અને ઈરેસીસ્ટ્રેટસના સંપ્રદાયના ઈ. સ. પૂર્વે ત્રીજા શતકના વૈદ્યોમાં મૃત તથા જવતા પણ શરીરને ચીરીને જોવાનો પ્રચાર હોવાને ચોકકસ પુરા છે, પણ તેનામાં નાડીતંત્ર અને શિરા આદિ વાહિનીતંત્રનું જ્ઞાન એટલું બધું આયુર્વેદ કરતાં વધારે છે કે જો ગ્રીક પાસેથી આયુર્વેદીએ કાંઈ શીખ્યા હોવાનો સંભવ માનવો હોય તે એ જૂના કાળમાં–ઈ. સ. પૂર્વે પાંચમા શતકમાં હાઈપોકેટીસ અને તેના નજીકના અનુયાયીઓના સમયમાં બન્યું હોય એમ માનવું પડે, પણ હાઈપોક્રેટીસના સંપ્રદાયમાં શબચ્છેદને પ્રચાર હેવાને પુરા નથી. ઈ. સ. પૂર્વે ૪૦૦ માં ટીસિયાસ ભારતમાં આવ્યાને પુરાવા છે અને ઈ. સ. પૂર્વે પાંચમા-છઠ્ઠા શતકમાં જે શારીર જ્ઞાન ધાન્વન્તર વૈદ્યોને હેવાની આપણને વૈદિક સાહિત્યમાંથી તથા ચરક-સુશ્રુતમાંથી માહિતી મળે છે તે જોતાં હાઈપિકેટીસના વખતનું ગ્રીસનું શારીર જ્ઞાન ભારતનું ઋણી હેવાના સંભવની ના પડાય એમ નથી એમ હર્નલ કહે છે. બીજી તરફથી હાઈપકેટીસના અનુયાયીઓને શબચછેદને પરિચય તદ્દન નહોતો એમ નથી કહી શકાતું અને શબચછેદનો પરિચય હોય તો શરીર જ્ઞાનની કેટલીક સમાનતા સ્વતંત્ર રીતે ઉત્પન્ન થવાને સંભવ પણ છે જ. વળી, પ્રાચીન ગ્રીક વૈદ્યક સાહિત્યમાં આયુર્વેદમાં છે તેવી અસ્થિગણુના નથી મળતી, એટલે તુલના કરવાનું સાધન નથી. વળી, હર્નલ વીગતવાર બતાવે છે તેમ ટેલમુળું જે શારીર છે તે જ
૧. જુઓ હર્નલનું “મેડિસિન ઇન એજ્યન્ટ ઇન્ડિ', પૃ. ૪ , ૨. એજન, પૃ. ૫,