________________
આયુર્વેદની સંહિતાઓ
- ૧૦૯ - ગ્રીસનું વૈદ્યક અને આયુર્વેદ
ગ્રીક ગ્રન્યકાર ડીઓસ્કાર્ડસ અને તે પહેલાંના ગ્રન્થકારના ઔષધશાસ્ત્રમાં ભારતીય તત્વ તરત પકડી શકાય છે. દા. ત. પીપર, પીપરીમૂળ, કુષ્ઠ, એલચી, તજ, સુંઠ, વજ, ગૂગળ, મેથ, તલ વગેરે ભારતીય ઔષધ ગ્રીક ઔષધશાસ્ત્રમાં મળે છે. - ગ્રીક અને પ્રાચીન આયુર્વેદ વચ્ચે ઘણું સામ્ય છે એમાં શંકા નથી, પણ એ સામનું મૂળ શું છે તે નકકી કરવું મુશ્કેલ છે. ગ્રીક વૈદ્યક અને આયુર્વેદ વચ્ચે સામ્યના દાખલા જેવા હોય તો જેલી ગણવે છે તેમ દષવાદ, દેષના વૈષમ્યથી રેગથી ઉત્પત્તિ, આમ, પમાન અને પકવ એવી તાવની તથા સોજાની ત્રણ સ્થિતિનું વર્ણન, ઉપચારસાધનના શીત અને ઉષ્ણ તથા રૂક્ષ અને સ્નિગ્ધ–પિછિલ જેવા વિભાગો, રેગો ઉપર તેથી વિરુદ્ધ ગુણવાળા ઉપચારની પદ્ધતિ, સાધ્યાસાધ્ય જ્ઞાન ઉપર ભાર, ચિકિત્સકનાં લક્ષણો, ગુરુ પાસે શિષ્ય લેવાની પ્રતિજ્ઞા અને ચિકિત્સકના આચારને આદર્શ, ધર્મમાં બાધક ગણવા છતાં વૈદકમાં મદ્યો અને આસોને ઔષધ તરીકે ઉપયોગ, ચાતુર્થક, તૃતીયક અને અજેવું વગેરે તાવના ભેદનું વર્ણન, ક્ષયનું વર્ણન હોવું જ્યારે હૃદયના રોગનું વર્ણન ન લેવું, માટી ખાવાથી થતા પાંડુરોગ, ગર્ભવ્યાકરણનું વર્ણન, ગર્ભનાં અંગોની એકસાથે ઉત્પત્તિની માન્યતા, બીજના વિભાગથી જોડકાંની ઉત્પત્તિ, જમણી બાજુનાં ચિહ્નો પુરુષગર્ભનાં અને ડાબી બાજુનાં ચિહ્નો સ્ત્રી ગર્ભનાં સૂચક હોવાની માન્યતા, આઠ માસને ગર્ભ જન્મે તો જીવે નહિ એવી માન્યતા, મૃતગર્ભને બહાર કાઢવાની રીત, શસ્ત્રચિકિત્સામાં પથરીની શસ્ત્રચિકિત્સા, અર્શ ચિકિત્સા, શિરાવેધ, જળો લગાડવાની ક્રિયા જેમાં યવનક્ષેત્રમાં (ગ્રીસમાં?) ઉત્પન્ન થતી જળો પણ ગણાવી છે (સુશ્રુત સ. ૧૩–૧૩), દાહક્રિયા, કેટલાંક શસ્ત્ર અને