________________
૧૦૮ ] .
આયુર્વેદને ઈતિહાસ ઉતાર્યા છે. કાશિકાને પ્રચાર ચિનાઈ મુસાફર ઇત્સિંગના સમયમાં હતો અને ઈ. સ. ૭૦૦માં એના ઉપર ટીકા લખાઈ છે, માટે એ ગ્રન્ય ઈ. સ. ૬૦૦થી અર્વાચીન નથી.'
બીજા દેશનાં વૈદ્યક સાથે આયુર્વેદને સંબંધ
- ઇજિસ, એસીરિયા, બેબિલેનિયામાં તથા બીજી તરફથી ચીનમાં ઘણું જૂના કાળમાં કાંઈક વૈદ્યકવિદ્યા હતી, પણ એને આયુર્વેદ સાથે કેઈ જાતનો સંબંધ હોય એમ લાગતું નથી. એ પ્રાચીન સંસ્કૃતિઓ પેઠે એ વૈદકે પણ સ્વતંત્ર રીતે વિકાસ પામ્યાં હતાં. પણ ગ્રીસના વૈદ્યક સાથે આયુર્વેદને કાંઈ સંબંધ હતા કે નહિ અને હતો તે કેવો હતો એ પ્રશ્ન મહત્વનું છે અને તેની ઘણી ચર્ચા થઈ છે. આધુનિક પાશ્ચાત્ય વૈદક તથા યૂનાની વઘકને આધુનિક ભારતમાં પ્રાચીન ભારતીય વિદ્યક સાથે સમાગમ થતાં એ બેયના મૂળરૂપ ગ્રીસના વૈદ્યક સાથે પ્રાચીન ભારતીય વૈદ્યકની તુલના સ્વાભાવિક છે. આવી તુલનાને અંગે થયેલો સર્વ ઊહાપોહ અહીં ઉતારવાની જરૂર નથી ધારી, પણ જેલી, હર્નલ અને કીથ એ ત્રણ તદ્વિદ પંડિતેના નિર્ણયને સાર જ અહીં ઉતારીને સંતોષ માને છે. ૩
૧. જુઓ કથનું હિસ્ટરી ઓફ સંસ્કૃત લિટરેચર, ૧૯૨૮, પૃ. ૪૨૯-૩૦, - ૨. જુઓ શ્રી. ગિરીન્દ્રનાથ મુખોપાધ્યાયનો, “સર્જિકલ ઇન્સ્ટમેન્ટ ઓફ ધી હિન્દુઝ, ગ્રંથ ૧, પૃ. ૩૩૮ થી ૩૪૧ તથા કાશ્યપ સંહિતાને ઉઘાત, પૃ. ૧૪૮, ૧૪૯ તથા પૃ. ૨૦૨ થી ૨૦૬,
૩. જેલીનું “મેડિસિન', પૃ. ૧૭, ૧૮; હલનું મેડિસિન ઑફ એશ્યન્ટ ઇડિયા, પ્રસ્તાવના, પૃ. ૩, ૪ અને કથનું “હિસ્ટરી ઓફ સંસ્કૃત લિટરેચર', પૃ. ૫૧૩-૧૪. . . .
. .