________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૧૩ ઔષધિઓમાં ત્રિફળા, મરી, ઉત્પલ, ડુંગળી, સૂંઠ, તજ, કુક વગેરે મળે છે. તિબેટના શવ્યતંત્રમાં શૃંગાવચારણથી લોહી કાઢવાની પદ્ધતિ, શસ્ત્રો અને યંત્રોનાં જાનવરનાં મેઢાં વગેરે ઉપરથી નામ પાડવાની રીત, ગર્ભની જાતિ પરીક્ષાની રીત વગેરે ઘણું આયુર્વેદમૂલક છે.
ઘણા તિબેટના ગ્રન્થનું મેગિલ ભાષામાં ભાષાન્તર થયું છે. વળી હિમાલયની લેગ્રા વગેરે ઘણુ પ્રજાઓ તિબેટી વૈદ્યકને ઉપયોગ કરે છે.
સિલોનમાં તિબેટ પહેલાં ઘણું વર્ષો ઉપર બૌદ્ધ ધર્મ સાથે આયુર્વેદ પણ ગય હશે. મહાવંશમાં સારથ્થસંગ્રહ નામના વૈદ્યક ગ્રન્થને ઉલ્લેખ છે, તેને બાદ કરતાં ૧૩મી સદીને ગાર્ણવ જૂનામાં જૂને ગ્રન્થ છે. સિંહલી ભાષામાં હાલમાં જે વૈદ્યક ગ્રન્થો છપાયેલા તથા હાથપ્રતોમાં છે તે આયુર્વેદ ઉપરથી જ રચાયેલા છે. દ્રાવિડ વૈદ્યક વિશે વધારે નોંધ આગળ આવશે,
બર્મા-સુશ્રુતની ખ્યાતિ ઈ. સ. ૯૦૦માં કાજ સુધી બૃહત્તર ભારતમાં પહોંચી હતી, પણ હાલમાં–અઢારમી સદીમાં સુકૃત, દ્રવ્યગુણુ વગેરે વૈદ્યક ગ્રન્થનું બમઝ ભાષામાં ભાષાન્તર થયું છે.
ફારસી અને અરબી-અવસ્તાકાલીન પ્રાચીન ઈરાની ભાષામાં વૈદ્ય અને દવાના વાચક શબ્દો વૈદિક શબ્દોને કેટલા મળતા છે તે પહેલાં કહ્યું છે. વળી, રેગેનાં તથા શરીરના ભાગોનાં કેટલાંક નામે મળતાં છે. ચરકસંહિતામાં બાલ્હીકભિષ; કાંકાયનને ઉલ્લેખ છે એ ઈરાન સાથે સંબંધ બતાવે છે. પછી સિદ્ધયોગમાં પારસીયવાનીને ઉલ્લેખ છે. સુશ્રતમાં હિંગ અને નારંગ જેવી ઈરાનથી આવતી વસ્તુઓનો ઉલ્લેખ છે. પછી મધ્યકાળમાં ધાતુઓ તથા પારાને બહેળો ઉપયોગ તથા ધાતુઓનું ભસ્મીકરણ, અફીણુને ઉપગ અને નાડી પરીક્ષાની પદ્ધતિ વગેરે ઈરાન