________________
૧૦૨ ] *
આયુર્વેદને ઈતિહાસ તરફથી લશ્કરના માર્ગનાં જળાશયમાં ઝેર મેળવવાની જૂના જમાનામાં બીક રહેતી અને એ માટે રાજાના રસેડા ઉપર તથા લશ્કર સાથે એક કે વધારે વૈદ્યને રાખવાને એ વખતે રિવાજ હતો. સુશ્રત કહે છે તેમ વૈદ્યોને તંબૂ લશ્કરની છાવણીમાં રાજાના તંબૂની નજીકમાં જ રાખવામાં આવતો હશે અને તે ઉપર ધજા રહેતી હશે, જેથી દૂરથી દેખાય.
રાજાને માટે આવેલું અન્ન વિષમુક્ત છે કે નહિ તેની પરીક્ષા માટે અર્થશાસ્ત્રમાં જે સૂચનાઓ આપેલી છે તે સુકૃત (કલ્પસ્થાન, અ. ૧)નાં તષિયક વચને સાથે સરખાવવાથી સ્પષ્ટ દેખાય છે કે અર્થશાસ્ત્ર તથા સુશ્રતે અગદતંત્રના કેઈ ગ્રન્થમાંથી એકસરખા ઉતારો કર્યો છે, તે પણ સુશ્રુતને એ વિષયની ખબર હોવાથી એનાં વચને સ્પષ્ટાર્થ છે ત્યારે અર્થશાસ્ત્રનાં વચને અસ્પષ્ટાર્થ છે. આ અગરતંત્રના જાણકારને અર્થશાસ્ત્ર જાંબલીવિદ કહે છે.
તન્ત્રયુક્તિઓનું અર્થશાસ્ત્રમાં તથા ચરમાં વર્ણન છે. અર્થશાસ્ત્રમાં ૩૨ તત્રયુક્તિઓ કહેલ છે (અ. ૧૫, આ ૧), જ્યારે ચરકમાં ૩૫ છે; પણ બેયમાં ઘણું તન્ત્રયુક્તિઓ એક જ ૧. સુકૃત ક. અ, ૧ તથા જુઓ અર્થશાસ્ત્રનું નીચેનું વચન –
ત્રિવિણ: શત્રત્રાનgવત્રતા હિાયથાગવાનરક્ષિs: gઠતોડનુછેદ (અ. ૧૦-૩) આ વૈદ્ય કે વૈદ્યો લડાઈમાં વાગેલા ધા ઉપર પાટાપિંડી કરવાનું કામ પણ કરતા. રસેડાના ઉપરી તરીકે વૈદ્યને રાખવાને રિવાજ મધ્યકાળમાં પણ હતો. ચક્રપાણિદત્ત પોતાના પિતાને ગૌડાધિનાથના રસેડાને અધિકારી કહે છે.
૨. જુઓ “આયુર્વેદ વિજ્ઞાન” પુ ૨૧, અં. ૧ માં આયુર્વેદ અને અર્થશાસ્ત્ર નામનો મારે લેખ.
૩. તમારા ગારીવિ મિષગથારનાર છું: કૌટિલીય અર્થશાસ્ત્ર, ૧-૨૧.