________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૦૫ અગ્નિવેશાદિ શિષ્યોમાંથી કોઈનાં લખેલાં એક કે વધારે તંત્ર પણ એ વખતે પ્રચારમાં હેય એ સંભવિત છે. અને કાયચિકિત્સાની સાથે સાથે જ જૂના કાળથી શસ્ત્રચિકિત્સા ખેડાતી હોવાથી શસ્ત્રચિકિત્સકે મહાભારતના કાળમાં હોવા જોઈએ જ અને યુદ્ધની વાતમાં શસ્ત્રચિકિત્સકને ઉલ્લેખ સ્વાભાવિક હેવાથી મહાભારતમાં મળે જ છે.
હાલનાં પુરાણે મહાભારત પછીનાં છે એ નિ:સંદિગ્ધ છે અને તેમાં સૌથી જૂ નું વાયુપુરાણ છે. વાયુપુરાણુને સમય ઈ. સ. ચોથું શતક માનવાને મત મેં અન્યત્ર સપ્રમાણ દર્શાવ્યા છે. હવે વાયુપુરાણમાં અષ્ટાદશ વિદ્યાઓ ગણાવતાં આયુર્વેદને ઉલ્લેખ કર્યો છે. તે આયુર્વેદના કાઈક ગ્રન્થને અનુલક્ષીને જ હશે, પણ વાયુપુરાણને આયુર્વેદની ઘણી વાતોની ખબર છે. વાયુપુરાણમાં અરિષ્ટલક્ષણ નામનો એક આખો અધ્યાય છે અને એમાં આપેલાં લક્ષણોને ચરક-સુશ્રુતમાં આપેલાં લક્ષણે સાથે સરખાવતાં અરિષ્ટલક્ષણને લગતા અત્યારે લુપ્ત થઈ ગયેલા કોઈ ગ્રન્થમાંથી વાયુપુરાણમાં કેટલાક ઉતારે કર્યો હોય એવું લાગે છે,
૧. સવરકુંar: વૈયા: શાસ્ત્રવિશારદા !
–એજન, ઉદ્યોગપર્વ, અ. ૧૫ર २. उपातिष्ठन्नथो वैद्याः शल्योद्धरणकोविदाः । सर्वोपकरणयुक्ताः कुशलैः साधुशिक्षिताः॥
-મહાભારત, ભીષ્મપર્વ, અ. ૧૨૦ ૩. જુઓ મારું “પુરાણવિવેચન', પૃ. ૧૬૧.
ક, જુઓ વાયુપુરાણ, અ. ૬૧, . ૭૮-૭૯. અષ્ટાદશ વિદ્યાઓ યાજ્ઞવલક્યસ્મૃતિ (અ. ૧, શ્યો ૩)માં ગણાવી છે તેમાં પણ આયુર્વેદ છે જ.
૫, જુઓ “આયુર્વેદ વિજ્ઞાન, ૫. ૯, પૃ. ૮૯, જેમાં પણ વિગતવાર સરખામણુ કરી છે.