________________
૧૦૦.]
- આયુર્વેદને ઈતિહાસ પકાવેલા તેલને ઉલ્લેખ છે, અને ઘીને ઉલ્લેખ ઉપર આવી ગયો છે. સ્વેદના પ્રકારે પણું વર્ણવ્યા છે.
સ્નેહકર્મ, સ્વેદકર્મ, વિરેચન, શિરાધ-ફસ ખોલવી, શસ્ત્રકર્મ, મલમપટ્ટા અને વ્રણરોપણ તેનો ઉલ્લેખ છે. સર્પવિષ અને વિષભક્ષણ ઉપર ઝાડ, પેશાબ, રાખ અને માટી લેવાની અનુમતિ છે.
પાંડુરંગ ઉપર ગેમૂત્રવાળી હરડે આપવાનો ઉલ્લેખ છે. ગંધકના લેપને ઉલ્લેખ છે.
આ ઉલ્લેખમાં વીગત તો છેડી છે, પણ જે છે તે પ્રસંગે પાત્ત હોવાથી તથા ચમત્કાર મિશ્રિત ન હોવાથી વસ્તુસ્થિતિની સારી નિદર્શક છે. વૈદ્યકની ચરકેત પદ્ધતિ એ વખતે પ્રચલિત હોય એમ ચેખું દેખાય છે, જોકે કઈ ગ્રન્થનું નામ નથી લખ્યું.
આ વિનયપિટક બૌદ્ધ પાલિ સાહિત્યમાં જે જૂનામાં જૂના ગ્રન્થ છે તેમાંનું એક છે અને ખુબ અતિહાસિક ઊહાપોહ કર્યા પછી તદ્વિદે ઈ.સ. પૂર્વે ત્રીજા શતકમાં વિનયપિટકને મૂકે છે. એ જોતાં ઈ. સ. પૂર્વે ત્રીજા શતક પહેલાં આયુર્વેદને ઠીક પ્રચાર હતું, એનું ખાસ શિક્ષણ આપવામાં આવતું અને લેકેની વૈદ્યો ઉપર તેઓ ઘણા ચમત્કાર કરી શકે એવી શ્રદ્ધા હતી, વગેરે વૈદકના ઇતિહાસમાં ઘણું અગત્યના નિર્ણયે ફલિત થાય છે.
અર્થશાસ્ત્ર અને આયુર્વેદ પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં કૌટિલીય અર્થશાસ્ત્રનું સ્થાન વિશિષ્ટ છે. વેદત્તરકાલીન પ્રાચીન ગ્રન્થમાં અર્થશાસ્ત્ર પણ એક છે. કૌટિલીય અર્થશાસ્ત્રના સમય માટે બહુ વિવાદ થયો છે. નન્દવંશને નાશ કરી મૌર્ય ચંદ્રગુપ્તને મગધની ગાદી ઉપર બેસાડનાર ચાણક્ય એ જ આ અર્થશાસ્ત્રને કર્તા એમ ગણીને કેટલાક ૧. જુઓ વિન્ટરનિઝનું “હિસ્ટરી ઓફ ઈંડિયન લિટરેચર' ગ્રંથ ૨, પૃ. ૧