________________
હ૮
આયુર્વેદનો ઈતિહપ્ત (કૌમારભૃત્ય)ની કથા.૧ આ કથામાંથી આયુર્વેદ, જેને એ ગ્રન્થમાં એક શિ૯૫ કહેલ છે, તેના શિક્ષણ માટે તક્ષશિલામાં ખાસ સગવડ હેવાનું સિદ્ધ થાય છે. અને બીજું એક છવક નામના કૌમારભૂત્યના આચાર્યને ડહલનની ટીકામાં, કાશ્યપ સંહિતામાં તથા નવનીતકમાં ઉલ્લેખ મળે છે. અને આ બૌદ્ધ છવકને પણ કુમારભચ્ચ (કૌમારભૃત્ય) કહેલ છે, એ સામ્ય સૂચક છે. છવકના શસ્ત્રક્રિયા સંબંધી તથા વિરેચનાદિ ચિકિત્સા સંબંધી જે ચમત્કારોનું વર્ણન વિનયપિટકમાં છે, તે તે એ પ્રકારની પૌરાણિક કથાઓ પેઠે ઇતિહાસમાં ઉપક્ષણય જ છે.
આ જીવનની કથા ઉપરાંત વિનયપિટકમાં જ એક ભજ્યસ્કંધ છે. તેમાંથી પણ આયુર્વેદના ઇતિહાસ ઉપર થડે પ્રકાશ મળે છે.
એ ભૈષજ્યકંધના જ શબ્દ નીચે ઉતાર્યા છે :
એ વખતે ભગવાન શ્રાવસ્તીમાં અનાથપિંડના આરામ જેતવનમાં વિહાર કરતા હતા. એ વખતે ભિક્ષુઓ શરદ (ટાઢિયા) તાવના રોગમાંથી ઊઠ્યા હતા. એટલે યવાગુ પીએ તે તેની અને ભાત ખાય તે તેની ઊલટી થઈ જતી હતી. તેથી ભિક્ષુઓ કૃશ, દુર્વર્ણ અને પીળા તથા ધમનિસતત થઈ ગયા હતા. - “અને ભિક્ષુઓની આ સ્થિતિને વિચાર કરીને આહારનું કામ કરી શકે છતાં યૂળ આહાર ન ગણાય પણ હૈષમ્ય ગણાય એવી વસ્તુમાં ઘી, માખણ, તેલ, મધ અને ખાંડનો વિચાર કર્યો અને
૧. વિનયપિટકના શ્રી રાહુલ સાંસ્કૃત્યાયને કરેલા અને સારનાથની મહાબોધિ સેસાયટીએ છપાવેલા હિંદી ભાષાન્તર ૫. ૨૬૬ થી ૨૭૪ માં છવક કૌમારભૃત્યનું ચરિત્ર આપ્યું છે, અને તેમાંથી “આયુર્વેદ વિજ્ઞાન, પુ. ૨૦, ૫. ૨૦ માં ઉતાર્યું છે. .
૨. એજન, પૃ. ૨૧૫ થી ૨૨.