________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૭ રસાયનતત્વો-(૪૦) પાતંજલતત્ર, (૪૧, ૪૨) વ્યાડિતન્ન અને વશિષ્ટતત્ર, (૪૩) માંડવ્યતન્ન, (૪૪) નાગાર્જુન, (૪૫) કક્ષપુટતન્ન, અને (૪૬) આરોગ્યમંજરી.૪
વાજીકરણતત્ર—(૪૬) કુસુમારત–.૫
અહીં જે યાદી પ્રત્યક્ષશારીર”ના ઉદ્દઘાતમાંથી ઉતારી છે, તે યાદીમાં કેટલાંક તે નામે જ મળે છે અને કેટલાંકનાં નામથી થોડાં વધારે ઉદાહરણ મળ્યાં છે, પણ એ ગ્રન્થ કયારે રચાયા એ કહેવું મુશ્કેલ છે. કોઈ કોઈ ત ચરકસંહિતા અને સુશ્રતસંહિતા પ્રતિસંસ્કૃત થઈને સંપૂર્ણ થઈ તે પહેલાં પણ રચાયા હોય. અલબત્ત, ટીકાઓમાં મળી આવતાં ઉદાહરણેમાંથી કોઈ વૈદિક ભાષામાં નથી, એટલે ભારતકાળથી આરંભી ટીકાકારોના વખત સુધીમાં, જેનાં ઉદાહરણ ટીકાઓમાં મળ્યાં છે, તે મળે રચાયા હેવા જોઈએ.
પ્રાચીન બૌદ્ધ સાહિત્ય અને આયુર્વેદ
પ્રાચીનતમ બૌદ્ધ સાહિત્ય—ત્રિપિટકમાં છૂટક ઉલ્લેખે વૈદ્યકના કહેવાય એવા મળી આવે, પણ અગત્યનાં ગણાય અને આયુર્વેદના ઇતિહાસ ઉપર કોઈ પણ પ્રકાશ નાખે એવા તે બે પ્રકરણે મારા ધ્યાનમાં છે. એક તો વિનયપિટકના મહાવગ્નમાં છવક કુમારભાગ્ય
૧. પાતંજલતંત્રમાંથી પાઠનો ઉતારે મળે છે. આ પતંજલિ એ જ મહાભાગ્યકાર કે યોગસૂત્રકાર એવું માનવા માટે કોઈ પુરાવા નથી. - ૨. (૪૧), (૪૨), (૪૩) આ ત્રણેય તંત્રો નામથી પ્રસિદ્ધ છે. એમાંથી કવિરાજ ગણનાથ સેનને ઉતારા મળ્યા નથી.
૩. નાગાર્જુન વિષયક ઉલ્લેખ ઉપર આવી ગયા છે.
૪. (૪૫), (૪૬) ગ્રન્થો નાગાર્જુનના મનાય છે. . . પ. આ નામ પ્રાચીન વાજીકરણતંત્રનું પ્રસિદ્ધ છે, પણું એમાંથી ઉતારા મળ્યા નથી અને મ. મ. મથુરાપ્રસાદ દીક્ષિત સંપાદિત ૧૯૨૨માં બહાર પડયું છે તે તો આધુનિક જણાય છે.' - - - - -