________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૦૧
અ
એને ઈ. સ. પૂર્વે ચેાથા શતકમાં મૂકે છે, જ્યારે ખીજા શાસ્ત્રની પરંપરા એટલી કે એથીયે વધારે જૂની હાવાનું સ્વીકારે છે, પણ ઉપલબ્ધ અર્થશાસ્ત્રના સમય ઈ. સ. ૩૦૦ માં મૂકે છે.ર કૌટિલીય અર્થશાસ્ત્ર જૂના કાળમાં પ્રચલિત ધણી વિદ્યાઓના પરિચય દર્શાવે છે. તેમાં આયુવેંદના પશુ કેટલાક પરિચય દર્શાવે છે. પહેલું તેા અર્થશાસ્ત્રના કંટકશાધન નામના ચોથા અધિકરણમાં આશુમૃતકપરીક્ષા ' નામનું પ્રકરણ છે. હાલમાં વ્યવહાર વૈદ્યક ( Medical Jurisprudence)ને અંગે જે મૃતકપરીક્ષા (Postmortem Examination) કરવામાં આવે છે તેનું, અશાસ્ત્રમાં જળવાઈ રહેલું આ પ્રકરણ પ્રાચીનતમ રૂપ છે.
'
વળી આયુર્વેદના ચરક-સુશ્રુતાદિ ગ્રન્થામાં આ પ્રકરણ છે જ નહિ એ કારણથી પણ અર્થશાસ્ત્રના આ પ્રકરણની વિશેષ કિંમત છે. અશાસ્ત્રમાં કેાઈના મરણુ વિશે શંકા પડતાં મરણ શાથી— ભારથી, કાંસાથી, પાણીમાં ડૂબી જવાથી કે ઝેરથી થયું છે તે નક્કી કરવા માટે જે સાદી પરીક્ષા કહી છે તે આયુર્વેદને અનુસરતી જ છે. અશાસ્ત્રમાં ટૂંકામાં જે આશુશ્રૃતકપરીક્ષા આપી છે તે વ્યવહારાયુર્વેદનું કાઈ ખૂનું તંત્ર પહેલાં હશે તેમાંથી ઉતારી હાવાના સંભવ છે. અશાસ્ત્રમાં એ રીતે ખીજાં તત્રામાંથી ભિન્ન ભિન્ન શાસ્ત્રોને લગતી વાતા સગ્રહેલી છે એ પ્રસિદ્ધ છે.
વળી, રાજાને પાતાને ખારાક વગેરેમાં ઝેર અપાવાની તથા વિષકન્યાના ઉપયાગની એ જમાનામાં ખીક રહેતી તેમ જ શત્રુઓ
૧. વિન્સેન્ટ સ્મિથની · અલી હિસ્ટરી આફ ઇંડિયા', આ ૩, રૃ, ૧૩૭ તથા ‘ભારતીય ઇતિહાસકી રૂપરેખા ', ત્ર, ૨, પૃ. ૨૬૨થી આગળ.
૨. કીથનું ‘હિસ્ટરી આક્ સસ્કૃત લિટરેચર', ૧૯૨૯, પૃ. ૪૬૧.
૩, ‘આયુર્વેદ વિજ્ઞાન’, પુ, ૨૧, અંક ૧માં આશુશ્રૃતકપરીક્ષાઓને આખા કટકા ઉતાર્યા છે.